Board Result : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં માત્ર 44 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો, સૌથી વધુ સુરતમાં

Board Result : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં માત્ર 44 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો, સૌથી વધુ સુરતમાં
ફાઇલ તસવીર

ગુજરાતી કરતાં અંગ્રેજી માધ્યમનું પરિણામ વધારે આવ્યું. 2576 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવ્યો

  • Share this:
    રવિવારનાં રોજ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. આજે 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 71.34 જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 71.34 % પરિણામ આવ્યું. 1,16,494 વિદ્યાર્થીઓમાંથી 83,111 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા. આ પરિણામમાં A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 44 છે. ગત વર્ષે રાજ્યના 254 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો હતો. પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર ઓનલાઇન સવારે 8 વાગ્યાથી જોઇ શકાશે. આ સાથે તેમે અમારી વેબસાઇટ News18Gujarati.com પર જઇ 'બોર્ડ પરિણામ 2020' પર ક્લિક કરીને જોઇ શકશો. અથવા નીચે આપેલી લિંકમાં પણ જોઇ શકશો.

    બોર્ડનું પરિણામ આંકડાની દૃષ્ટીએ



    બોર્ડના પરિણાની આંકડાકીય સ્થિતિ જાણીએ તો રાજ્યની 36 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે. જ્યારે રાજ્યના 2576 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા છે. રાજ્યમાં A ગ્રૂપના વિદ્યાર્થીઓનું પરિણામ 76.62 ટકા જાહેર થયું છે. રાજ્યમાં આ વર્ષે અંગ્રેજી મીડિયમનું પરિણામ ગુજરાતી મીડિયમના પરિણામ કરતાં વધારે જાહેર થયું છે. રાજ્યમાં 74.02 ટકા પરિણામ સાથે અંગ્રેજી મીડિયના વિદ્યાર્થીઓએ બાજી મારી છે.
     Board Result : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 71.34% જાહેર, 84.69 % સાથે રાજકોટ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ

    A1 અને A2માં સુરતે બાજી મારી

    દરમિયાન આજે જાહેર થયેલા પરિણામોમાં રાજ્યના માત્ર 44 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવી શક્યા હતા. જોકે, જિલ્લાની દૃષ્ટીએ આ પરિણામમાં સુરતના 19 વિદ્યાર્થીઓએ A1 અને 648 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો. જ્યારે રાજકોટ જિલ્લાના 7 વિદ્યાર્થીઓએ પણ A1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું હતું.
    Published by:News18 Gujarati
    First published:May 17, 2020, 10:37 am