સુરત: રસ્તા વચ્ચે 'રમખાણ', રીક્ષા અને ટેમ્પો ચાલક વચ્ચે Live મારામારી Videoમાં કેદ

સુરત: રસ્તા વચ્ચે 'રમખાણ', રીક્ષા અને ટેમ્પો ચાલક વચ્ચે Live મારામારી Videoમાં કેદ
રીક્ષા ચાલક અને ટેમ્પો ચાલક વચ્ચે મારામારી

આ સમયે ટેમ્પોમાં સવાર 2થી 3 લોકો નીચે ઉતર્યા અને રીક્ષા ચાલકને રસ્તા વચ્ચે મારવા લાગ્યા હતા. જોકે રીક્ષા ચાલક અને ટેમ્પો ચાલક વચ્ચે છુટા હાથની મારામારી વીડિયોમાં કેદ થઈ ગઈ હતી

  • Share this:
સુરત : મજુર ફાયર સ્ટેશન પાસે આજે એક રીક્ષા ચાલાક અને ટેમ્પો ચાલાકની છુટા હાથની મારમારી થતા રસ્તા વચ્ચે ફિલ્મી દ્રશ્ય જોવા મળ્યા હતા, જોકે ટેમ્પો ચાલકે રિક્ષાને ટક્કર માર્યા બાદ થયેલા ઝગડાને લઈને મારામારી થતા સમગ્ર રોડ પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.

સુરતમાં જાણે કાયદાની લોકોને બીક રહી નથી તેવું લાગી રહ્યુ છે. કારણ કે પોલીસની નિષ્ક્રિયતાને પગલે શહેરના રસ્તા પર મારમારી જેવી ઘટનાઓ લાગે છે કે, સન્માન્ય બની ગઈ છે, ત્યારે આજે સુરતના મજુર ફાયર સ્ટેશન ખાતે એક ટેમ્પા ચાલકે ત્યાંતી પસાર થતી રિક્ષાને ટક્કર મારી હતી, જેને લઈને રીક્ષા ચાલાક પોતાની રિક્ષામાંથી ઉતરીને પોતાની ગાડીને થયેલું નુકસાન જોતા ટેમ્પો ચાલાકને ઠપકો આપી નુકશાનનું વળતળ આપવા માંગ કરી હતી. આ સમયે ટેમ્પોમાં સવાર 2થી 3 લોકો નીચે ઉતર્યા અને રીક્ષા ચાલકને રસ્તા વચ્ચે મારવા લાગ્યા હતા. જોકે રીક્ષા ચાલક અને ટેમ્પો ચાલક વચ્ચે છુટા હાથની મારામારી વીડિયોમાં કેદ થઈ ગઈ હતી, આ સમયે રસ્તા પર બંનેની મારામારીને લઈને ફિલ્મી દ્રશ્ય જોવા મળ્યા હતા.જોકે આ બંને વચ્ચે થયેલા ઝગડાને લઈને રસ્તા પર ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો. આ મારામારી જે જગ્યા પર થઈ ત્યાંથી માત્ર 40 મિટર દૂર ટ્રાફિક પોઇન્ટ હોવાને લઈને ત્યાં ફરજ પર ટ્રાફિક પોલીસ પણ હાજર હતી, ત્યારે પ્રશ્ન એ થાય છે કે, અહીંયા મારામારી ચાલતી હતી અન્ય લોકોની સાથે હાજર પોલીસ પણ માત્ર જોતી જ રહી.

સુરત: રીક્ષા ચાલક અને માથા ફરેલ પેસેન્જર વચ્ચે મારામારી, Video વાયરલ

સુરત: રીક્ષા ચાલક અને માથા ફરેલ પેસેન્જર વચ્ચે મારામારી, Video વાયરલ

જોકે, થોડી વારમાં હંગામો વધતા પોલીસ વચ્ચે પડી હતી અને બંને પક્ષને સમજાવી ત્યાંથી મોકલી આપ્યા હતા, બંને દ્વારા હાલમાં કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. જ્યારે હાજર લોકોએ વીડિયો ઉતારી લેતા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, 3 દિવસ પહેલા સુરતના પાંડેસરા પીયુષ પોઇન્ટ પર એક રિક્ષા ચાલક દ્વારા પેસેન્જરને ઉતારવામાં આવ્યો હતો. આ દરમિયાન રિક્ષાવાળાએ રિક્ષાનું ભાડું માંગતા રિક્ષા ચાલક અને પેસેન્જર વચ્ચે છૂટ્ટાહાથની મારામારી સર્જાઈ હતી. રિક્ષાના ભાડા બાબતે થયેલી મારામારીના કારણે રસ્તે જતા લોકો ઉભા રહી જતા ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. આ દરમિયાન ટીઆરબી જવાને રિક્ષા ચાલક અને પેસેન્જરને સમજાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, ટીઆરબી જવાની હાજરીમાં જ મારામારી થતા એકનો શર્ટ પણ ફાટી ગયો હતો. ત્યારબાદ ટીઆરબી જવાને 100 નંબર ડાયલ કરતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પડ્યો હતો.
Published by:kiran mehta
First published:October 07, 2020, 19:19 pm

ટૉપ ન્યૂઝ