સુરત: રીક્ષા ચાલક અને માથા ફરેલ પેસેન્જર વચ્ચે મારામારી, Video વાયરલ

સુરત: રીક્ષા ચાલક અને માથા ફરેલ પેસેન્જર વચ્ચે મારામારી, Video વાયરલ
રીક્ષા ચાલક અને પેસેન્જર વચ્ચે મારામારી

રીક્ષા ચાલકે એક પેસેન્જરને બેસાડી તેની કહ્યા પ્રમાણેની જગ્યા પર પહોંચી ગયા બાદ તેને ઉતારી ભાડું માંગતા આ પેસેન્જર ઉશ્કેરાઈ ગયો અને રીક્ષા ચાલકને માર મારવા લાગ્યો

  • Share this:
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક રીક્ષા ચાલકે એક પેસેન્જરને બેસાડી તેની કહ્યા પ્રમાણેની જગ્યા પર પહોંચી ગયા બાદ તેને ઉતારી ભાડું માંગતા આ પેસેન્જર ઉશ્કેરાઈ ગયો અને રીક્ષા ચાલકને માર મારવા લાગ્યો હતો. જોકે, સ્થાનિક લોકો વચ્ચે પડે તો તેને પણ માર મારતો હતો અને રસ્તા વચ્ચે તમાસો કરી ટ્રાફિક જામ કરતા પોલીસે માથા ફરેલ પેસેન્જરને પોલીસ મથકે લઇ જેણે તેના વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પિયુસ પોઇન્ટ ખાતે એક રીક્ષા ચાલાક અને પેસેન્જર વચ્ચે ફિલ્મી દ્રશ્ય જોવા મળ્યા હતા, બંને લોકો છૂટાહાથની મારામારી કરતા જોવા મળ્યા હતા. કારણ કે રીક્ષા ચાલકે મુસાફરને એક જગ્યા પરથી બેસાડી તેના કહેવા મજુબની જગ્યા પર ઉતાર્યો હતો, અને મુસાફરે ઉતર્યા બાદ રીક્ષા ચાલકે રૂપિયા માંગતા આ મુસાફર ઉશ્કેરાય ગયો હતો અને જોત જોતામાં રીક્ષા ચાલાકને માર મારવા લાગ્યો હતો.આ ઘટના બાદ રીક્ષા ચાલાક પણ મુસાફરને મારવા લાગતા રસ્તા પર પસાર થઈ રહેલા લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. જોકે આ બંને વચ્ચેની મારામારીમાં લોકો વચ્ચે પડીને મામલો શાંત પાડવાની કોશિશ કરતા આ મુસાફર લોકોને પણ માર મારવા લાગતો હતો, જેને લઈને લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.

આ પણ વાંચોપતિને મહિલા અધિકારી સાથે રંગરલીયા મનાવતો રંગેહાથ ઝડપ્યો, પત્નીએ રસ્તા વચ્ચે દોડાવી-દોડાવી માર્યો - વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

મેઈન રસ્તા વચ્ચે આ મારામારીને ટ્રાફિક જામ થતા TRB જવાન ત્યાં પહોંચી ગયો હતો, જોકે આ રીક્ષા ચાલાક અને મુસાફર તેની સામે પણ મારામારી બંધ નહીં કરતા આ જવાને પાંડેસરા પોલીસને જાણકારી આપી હતી.

ઘટના સ્થળ પર પાંડેસર પોલીસે પહોંચી બંનેને પોલીસ મથકે લઇ ગયા હતા અને મુસાફર વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Published by:kiran mehta
First published:October 04, 2020, 17:13 pm

ટૉપ ન્યૂઝ