સુરત : લૉકડાઉનમાં લોહિયાળ જૂથ અથડામણ, બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ


Updated: May 10, 2020, 2:52 PM IST
સુરત : લૉકડાઉનમાં લોહિયાળ જૂથ અથડામણ, બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ
સોશિયલ મીડિયામાથી વયારલ થયેલી ગઘડાની તસવીરો

લૉકડાઉનમાં સુરતમાં નજીવી બાબતે મહિલાઓ ઝઘડી, બે પરિવારના ઝઘડામાં બહારના તત્વો પણ જોડાયા અને ખેલાયો ખૂની ખેલ

  • Share this:
સુરત : કોરોનાવાઇરસને લઈને એક બાજુ લોકડાઉન ચાલે છે ત્યારે ગુનાખોરી ઓછી થઇ રહી છે. જોકે, લૉકડાઉનમાં પણ  એવી ઘટનાઓ સામે આવે છે જે જાણીને તમને નવાઈ લાગશે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં બે પોરિવારનો ઝઘડો રસ્તા પર આવ્યો અને મહિલા ઓનો ઝઘડામાં પુરૂષો સામે અસામે આવતા  લોહિયાળ જૂથ અથડામણ થઈ હતી. દરમિયાન એક પરિવારે બહારથી માણસો બોલાવી જીવલેણ હુમલો કરતા બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવાના વારો આવ્યો હતો. જોકે, આ મામલે પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો બાદ કાર્યવાહી કરી છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉન ચાલે છે ત્યારે 3 તબક્કાના લોકડાઉન લઇને લોકો વધારે પ્રમાણ માં ઘરમાં રહેતા હોય છે. તેવામાં દેશભરમાં ગુનાખોરીનો ગ્રાફ નીચે આવ્યો છે. ત્યારે કેટલાક લોકો આવા સમયમાં પણ ઘરમાં નહીં રહીને લોકો જૂની ઝઘડાની અદાવત રાખીને કાયદો હાથમાં લેતા હોય તેવી ઘટના સામે આવતી હોય છે.

દરમિયાન સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી પ્રિયંકા સિટી ગોલ્ડ સોસાયટીમાં આવી એક ઘટના સામે આવી છે. આ સોસાયટીમાં રહેતા બે પરિવારની મહિલાઓનો ઝઘડો લોહિયાળ બન્યો હતો. સામાન્ય બાબતે  બે મહિલાઓનો ઝઘડો થતા એક પરિવારે બહારથી લોકોને બોલાવીને જીવલેણ હુમલો કરાવ્યો હતો. ઘટનામાં બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટના ગઈકાલે રાત્રીની હોવાની ચર્તા છે.

આ પણ વાંચો :  પરપ્રાંતિયોને લઈ સુરતથી પ્રયાગરાજ જઈ રહેલી ટ્રેનના 20 ડબ્બા પાછળ રહી ગયા

આ ઘટનામાં પ્રિયંકા સિટી ગોલ્ડમાં રહેતા સચિન સિરકે પરિવારના ઝઘડો સોસાયટી માં રહેતા  ગણેશ અને કાર્તિક બંગાળી  સાથે તયો હતો ત્યારે બહારના શખ્સો પણ આવ્યા હતા અને જોત જોતાંમાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લઇ લેતા બંગાળી પરિવાર દ્વારા સિરકે પરિવારને મારવા બહારથી માણસો બોલવામાં આવ્યા હતા અને સિરકે પરિવારે ઝઘડો અટકાવવા આવેલ રાહુલને  ટાર્ગેટ બનાવી ઢોર માર મારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :   સુરત : લૉકડાઉનમાં પગાર ન ચૂકવનારી સંસ્થાઓની ખેર નથી, લેબર વિભાગનો સપાટોજોકે આ મારામારી માં  બે લોકોને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ સમગ્ર ઘટનામાં મારામારીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેને લઇને પાંડેસરા પોલીસે બંને પરિવાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ નો ધમધમાટ શરુ કર્યો છે.

 
First published: May 10, 2020, 2:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading