સુરત: હજીરા ongc બ્લાસ્ટ, ધરતીકંપ જેવો થયો અનુભવ, એક વ્યક્તિનું સળગી જતા મોત


Updated: September 24, 2020, 4:56 PM IST
સુરત: હજીરા ongc બ્લાસ્ટ, ધરતીકંપ જેવો થયો અનુભવ, એક વ્યક્તિનું સળગી જતા મોત
ભાટપોર વતની અને મજૂરી કરતો રમેશ રાઠોડ ઝૂપડું સળગતા દાઝ્યા બાદ મોતને ભેટ્યો હતો. જ્યારે બાજુના ઝૂપડામાં રહેતા અન્ય બે લોકો આગ લાગ્યા બાદ નાસી ગયા હતાં.

ભાટપોર વતની અને મજૂરી કરતો રમેશ રાઠોડ ઝૂપડું સળગતા દાઝ્યા બાદ મોતને ભેટ્યો હતો. જ્યારે બાજુના ઝૂપડામાં રહેતા અન્ય બે લોકો આગ લાગ્યા બાદ નાસી ગયા હતાં.

  • Share this:
સુરત : હજીરા વિસ્તારમાં આવેલી ONGC કંપનીમાં ગુરૂવારે સવારે 3 વાગે બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ લાગી હતી. ઓએનજીસીના એક ગેસ પ્લાન્ટમાં આ આગ લાગી હતી. જોકે બ્લાસ્ટ થતાની સાથે સુરત લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ આગ ઘણી જ વિકરાળ હતી. જેના ધૂમાડાના ગોટેગોટા દૂરદૂરથી જોઇ શકાતા હતા. બનાવની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગ પર કાબુ મેળવ્યો હતો. જેથી લોકોએ રાહતો શ્વાસ લીધો હતો.જો કે આ આગમાં એકનું મોત નીપજ્યું હતું.

સુરતના હજીરા વિસ્તારમાં આવે ONGC કંપનીમાં ગુરૂવારે સવારે 3 વાગે બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ લાગી હતી. ઓએનજીસીના એક ગેસ પ્લાન્ટમાં આ આગ લાગી હતી. જોકે બ્લાસ્ટ થતાની સાથે સુરત લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ આગ ઘણી જ વિકરાળ હતી જેના ધૂમડાના ગોટેગોટા દૂરદૂરથી જોઇ શકાતા હતા. ફાયરની ટીમના પ્રયત્નો બાદ હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ઓએનજીસીએ પણ ટ્વિટ કરીને માહિતી આપતા જણાવ્યું છે કે, આ આગ કાબુમાં લેવાય ગઇ છે. નોંધનીય છે કે, આ ગેસ કંપનીના ગેસ પ્લાન્ટમાં આગ લાગી હતી. મુંબઈથી સુરત 240 કિલોમીટર લાંબી લાઇન આવેલી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા મગદલ્લા ચોકડીથી ઈચ્છાપોર ચોકડી સુધીના અવરજવરના હાઇવેના રસ્તાઓ બંધ કરાયા હતા.

અચાનક એક તીવ્ર બ્લાસ્ટ થતા જાણે સુરતમાં લોકોના ધરતીકંપનો અનુભવ થયો હતો જોતજોતામાં લોકોના ઘરના બારીઓના કાચ તૂટી ગયા હતા. લોકો ડરના માર્યા પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા ત્યારે આકાશમાં આગની જ્વાળાઓ સાથે ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા હતા. લોકોને ખ્યાલ આવી ગયો હતો કે, આગ લાગી છે. અનેક લોકો તરત જ લોકો પરિવાર સાથે જ્વાળાઓ જોવા નીકળી પડ્યા હતા. ત્યારે ખબર પડી કે, હજીરા ની એક કંપનીમાં આગ લાગી છે. આગની જાણકારી સુરત ફાયર વિભાગ આપવમાં આવતા ફાયર તાતત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. જોકે આ ગેસ કંપનીના ગેસ પ્લાન્ટમાં આગ લાગી હતી.

આ પણ વાંચોસુરત: બેકાર બે રત્નકલાકારે પરિવારના ભરણપોષણ માટે દારૂના ધંધામાં ઝંપલાવ્યું, ખોટો રસ્તો ભારે પડ્યો

મુંબઈથી સુરત 240 કિલોમીટર લાંબી લાઇન આવેલી છે. મેઈન લાઈન હોવાને કારણે ગેસ સપ્લાય ખૂબ મોટા માત્રામાં હોય છે. આગ વધુ ગંભીર ન બને તે માટે ઓએનજીસી ઉપરાંત પણ ફાયર ફાઇટર કામે લાગ્યા હતા.આ આગની ઘટનામાં ONGCની દિવાલ બહાર રહેતા એકનું મોત ONGCની દિવાલ બહાર ઝૂપડામાં રહેતા ત્રણ વ્યક્તિમાંથી બે વ્યક્તિ નાસી ગયા હતાં. જ્યારે ભાટપોર વતની અને મજૂરી કરતો રમેશ રાઠોડ ઝૂપડું સળગતા દાઝ્યા બાદ મોતને ભેટ્યો હતો. જ્યારે બાજુના ઝૂપડામાં રહેતા અન્ય બે લોકો આગ લાગ્યા બાદ નાસી ગયા હતાં. આગનો તણખલો રમેશના ઝૂપડામાં પડ્યો હોવાથી તે દાઝીને મોતને ભેટ્યો હોય તેમ કહેવામાં આવે છે.

આ પણ વાંચો -  સુરત: વેપારીઓ સાથે તોડ કરનાર નકલી SOG પોલીસને અસલી પોલીસે દબોચ્યો, હથકડી પણ રાખતો ONGCના આ પ્લાન્ટમાંથી થતો ગેસ હજીરાની ફર્ટિલાઈઝર કંપની, પાવર અને પેટ્રોલિયમ કંપનીઓ, સીએનજી ઉત્પાદક કંપનીઓ, સિરામિક કંપનીઓને સપ્લાય કરવામાં આવે છે. ભારતનાં છ રાજ્યમાં આ ગેસપાઈપલાઈન જાય છે, જેને કારણે આગથી ONGC કંપનીને અબજો રૂપિયાનું પ્રોડક્શન લોસ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.હજીરાની ONGC કંપનીમાં બ્લાસ્ટ અંગે જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલના જણાવ્યા મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ અંગે બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે. હજીરામાં લાગેલી આગની ઘટના અંગે સુરત જિલ્લા કલેક્ટર ધવન પટેલે નિવેદન આપ્યુ છે.

તેમણે જણાવ્યુ હતુ કે, ગેસ લિકેજ બાદ આગ લાગી છે. હજુ સુધી કોઈને ઈજા કે જાનહાનિ થઇ હોય એવું સામે આવ્યું નથી. આગની ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ અને મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે છે. પ્લાન્ટમાં ત્રણ ઘડાકા થયા હતા. જે બાદ આગની ઘટના બની. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રેસરાઈઝ ગેસને ડી- પ્રેસરાઈઝની કામગીરી કરવામાં આવી છે. ધમાકાના કારણે દૂર સુધી કંપન થયું છે. ઘટના પર સંપૂર્ણ કાબુ મેળવ્યા બાદ ઘટના સ્થળ ઇન્સ્પેકશન કરવામાં આવશે. ઘટના અંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સમગ્ર દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માહિતી મેળવી હતી. વડાપ્રધાનને જાણ થતાં જ ટેલિફોનિક માધ્યમથી સમગ્ર દુર્ઘટના અંગે માહિતી મેળવી હોવાનું જણાવ્યું હતું.
Published by: kiran mehta
First published: September 24, 2020, 4:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading