'અસામાજીક તત્વો રાજ્યની શાંતિ ડહોળવા નીકળ્યા છે,' હાર્દિક પર જીતુ વાઘાણીના પ્રહાર

News18 Gujarati
Updated: August 25, 2018, 3:14 PM IST
'અસામાજીક તત્વો રાજ્યની શાંતિ ડહોળવા નીકળ્યા છે,' હાર્દિક પર જીતુ વાઘાણીના પ્રહાર
જીતુભાઈ વાઘાણી (ફાઇલ તસવીર)

"કેટલાક અસામાજીક તત્વો સામાજીક નામે શાંતિ ડહોળવાનો પ્રયાસ કોંગ્રેસના એજન્ડાથી કરી રહ્યા છે. ભૂતકાળમાં જેવી રીતે નીકળ્યા હતા એવી જ રીતે કોંગ્રેસના એજન્ડાનો પ્રચાર થઈ રહ્યો છે."

  • Share this:
સુરતઃ હાર્દિકના આમરણાંત ઉપવાસ આંદોલન અંગે ટિપ્પણી કરતા ગુજરાત બીજેપી પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે અમુક અસામાજીક તત્વો સામાજીક નામે રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાર્દિકનું નામ લીધા વગર જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે અમુક લોકો કોંગ્રેસનો હાથ બનીને રાજ્યની શાંતિને ડહોળી રહ્યા છે.

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિઓ લઈને સુરત આવી પહોંચેલા જીતુ વાઘાણીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, "દેશમાં એકતા બની રહે. તમામ વર્ગો સાથે મળીને રહે તેવી ભારતની તાસીર રહી છે. આવા સમયે કેટલાક અસામાજીક તત્વો સામાજીક નામે શાંતિ ડહોળવાનો પ્રયાસ કોંગ્રેસના એજન્ડાથી કરી રહ્યા છે. ભૂતકાળમાં જેવી રીતે નીકળ્યા હતા એવી જ રીતે કોંગ્રેસના એજન્ડાનો પ્રચાર થઈ રહ્યો છે."

"ગુજરાતની જનતાને ભૂતકાળના તરકટોનો ખૂબ અનુભવ કર્યો છે. આ લોકો ખોટા દોષારોપણો કરી રહ્યા છે. રાજ્યની શાણી જનતા પર મને પૂરો વિશ્વાસ છે. વર્ગવિગ્રહથી ક્યારેય કોઈ જ્ઞાતિનું ભલુ થયું નથી. કોંગ્રેસ જે રીતે નીકળી છે તે રાજ્યની જનતા સારી રીતે જાણે છે. રાજ્યની શાંતિ ન ડળોળાય એ માટે પ્રજા એક થઈને કામ કરશે, તેમજ આવા લોકોને ઝાકારો મળે તેવા પ્રયાસો કરશે. રાજ્યની પ્રજા હવે બધાને સારી રીતે ઓળખી ગઈ છે."

નોંધનીય છે કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીના અસ્થિઓની દેશભરની નદીઓમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત આજે સુરતની તાપી નદીમાં તેમના આસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે. આ પહેલા અમદાવાદની સાબરમતી નદીમાં વાજપેયીના અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
First published: August 25, 2018, 3:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading