Home /News /south-gujarat /

સુરતમાં ટીબી દર્દીઓને દત્તક લેવાનો કાર્યક્રમ યોજાયો, સી.આર. પાટીલે 100 ટીબી દર્દીઓને દત્તક લીધા

સુરતમાં ટીબી દર્દીઓને દત્તક લેવાનો કાર્યક્રમ યોજાયો, સી.આર. પાટીલે 100 ટીબી દર્દીઓને દત્તક લીધા

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (ફાઇલ ફોટો)

ગુજરાતમાં દર વર્ષે 1.5 લાખ ટીબીના નવા દર્દીઓ નોંધાય છે. ત્યારે 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવાનો લક્ષ્‍યાંક રાખવામાં આવ્યો છે. એ દિશામાં રાજ્યનો ટીબી વિભાગ કાર્યરત થયો છે અને એના નિવારણ માટે અનેક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital)માં ટીબીના દર્દીઓ (TB Patients)ને સરકારની દર મહિને જે 500 રુપિયાની મદદ મળે છે તે સિવાયની કીટ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડોક્ટર અને દાતાઓના સહકારથી આજે સુરતના ટીબીના દર્દીઓને નવી કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે સી.આર પાટીલે (C.R.patil) 100દર્દીઓને દત્તક લીધા હતા. અને જણાવ્યું કે પહેલા ટીબીના દર્દીઓ સાથે આભડછેટ રખાતી હતી. વધુમાં એમ પણ જણાવ્યું કે સુરતના 8 હજાર દર્દીઓને ટીબી મુક્ત કરીએ. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે દર્દીઓને નવી કીટ આપીને સરકારનો ટીબી નાબૂદીનો જે પ્રયાસ છે તેમાં સહાયભૂત થવાનો સફળ પ્રયત્ન કર્યો છે.

સુરતમાં ટીબીના 200 દર્દીઓને દત્તક લેવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.આર પાટીલે 100 ટીબીના દર્દીઓને દત્તક લીધા હતા. રાજ્યમાં દર વર્ષે 1.5 લાખ ટીબીના નવા દર્દીઓ નોંધાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશને 2025 સુધીમાં ટીબી રોગથી નિર્મૂલન કરવા માટે આહવાન કર્યુ છે. તેમાં પણ કોરોનાની બીજી લહેર બાદ ટીબીના દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો.

આ પણ વાંચો- નિર્ભયા કેસ જેવી હૃદયદ્રાવક ઘટના, આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ આંખો ફોડી ગટરમાં લાશ ફેંકી

મળતી માહિતી અનુસાર કોરોના સમયે દર અઠવાડિયે ટીબીના 1500 કેસ આવતા હતા. ગત વર્ષે ગુજરાતમાં ટીબીના 1.20 લાખ કેસ નોંધાયા હતા. આ અંગે રાજ્ય ક્ષય તાલીમ અને નિદર્શન કેન્દ્રના જોઈન્ટ ડાયરેક્ટર સતીશ મકવાણાના જણાવ્યા અનુસાર ટીબીના કારણે 10થી 15 ટકા દર્દીઓના માનસિક આરોગ્ય પર અસર થાય છે. વિશ્વના ચોથા ભાગના ટીબીના દર્દીઓ ભારતમાં છે. ભારતમાં દર વર્ષે 26 લાખ ટીબીના નવા દર્દીઓ ઉમેરાય છે.

આ પણ વાંચો- Russia Ukraine war: યુક્રેનનો દાવો- અત્યાર સુધીમાં 14,700 રશિયન સૈનિકો ઠાર માર્યા, 96 વિમાનો નષ્ટ કર્યા

ગુજરાતમાં દર વર્ષે 1.5 લાખ ટીબીના નવા દર્દીઓ નોંધાય છે. ત્યારે 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવાનો લક્ષ્‍યાંક રાખવામાં આવ્યો છે. એ દિશામાં રાજ્યનો ટીબી વિભાગ કાર્યરત થયો છે અને એના નિવારણ માટે અનેક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.
Published by:rakesh parmar
First published:

Tags: C.R Patil, Gujarat surat, Surat new civil hospital, Surat news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन