સુરત: ભાજપે ચૂંટણી જીતવી હશે તો રામ મંદિર બનાવીને જ જીતી શકાયઃ સુબ્રમણ્યમ સ્વામી

News18 Gujarati
Updated: January 12, 2019, 8:58 PM IST
સુરત: ભાજપે ચૂંટણી જીતવી હશે તો રામ મંદિર બનાવીને જ જીતી શકાયઃ સુબ્રમણ્યમ સ્વામી
ભાજપે ચૂંટણી જીતવી હશે તો રામ મંદિર બનાવીને જ જીતી શકાયઃ સુબ્રમણ્યમ સ્વામી

ચૂંટણીમાં રામ મંદિર બનાવવા સિવાય ઉતરવું આત્મહત્યા સમાન - સુબ્રમણ્યમ સ્વામી

  • Share this:
(કિર્તેશ પટેલ - સુરત)

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સુરતમાં ગ્લોબલ ઇન્વેસ્ટર કોંફરન્સમાં હાજર રહ્યા હતા. જ્યાં તેમણે રામ મંદિર મુદ્દે કહ્યું હતું કે જો ભાજપે ચૂંટણી જીતવી હોય તો રામ મંદિર બનાવીને જીતી શકાય છે. સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવાની નથી. સુપ્રીમ કોર્ટ સરકારથી ઉપર નથી. ચૂંટણીમાં રામ મંદિર બનાવવા સિવાય ઉતરવું આત્મહત્યા સમાન હશે.

ઉત્તર પ્રદેશમાં બનેલા સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના ગઠબંધન વિશે સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે જે ગઠબંધન થયું છે તે જાતિવાદી રાજકારણનો ભાગ છે. ભાજપે તેનાથી ઉપર ઉઠવું પડશે. અયોધ્યામાં રામ મંદિર બનશે તો ગઠબંધનને પાંચ સીટો પણ મળશે નહીં.

આ પણ વાંચો - 10 ટકા અનામત બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, 1 સપ્તાહમાં થઈ જશે લાગુ

સીબીઆઈ વિવાદ ઉપર પોતાના પક્ષ રાખતા સ્વામીએ કહ્યું હતું કે આલોક વર્મા ખુબ પ્રમાણિક અધિકાર છે. રાકેશ અસ્થાનાને સીબીઆઈના વડા બનવું હતું એટલે તેમણે સીવીસીમાં ફરિયાદ કરી હતી. પ્રધાનમંત્રી મોદીને કાયદાકીય સલાહકારોએ મિસગાઈડ કર્યા છે. તે બધાની હકાલપટ્ટી કરી દેવી જોઈએ
First published: January 12, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading