Home /News /south-gujarat /સુરત : BJP અગ્રણીના ભત્રીજાએ જાહેરમાં ઉજવ્યો જન્મદિવસ, Video સોશિયલ મીડિયામાં Viral

સુરત : BJP અગ્રણીના ભત્રીજાએ જાહેરમાં ઉજવ્યો જન્મદિવસ, Video સોશિયલ મીડિયામાં Viral

વાયરલ થયેલા વીડિયોની તસવીર

Surat Viral Birthday Party : જાહેરમાં જન્મદિવસ ઉજવવાની મનાઈ વચ્ચે ખુદ ભાજપ અગ્રણીના સ્વજને જ નિયમોના ધજાગરા ઉડાવ્યા, બાળકોને પણ સાથે રાખ્યા હોવાથી જોખમ, પોલીસ હરકતમાં

સુરતમાં (Surat)  કોરોના (Coronavirus) સમયે  જહેમ કોઈ પણ કાર્યક્રમ નહી યોજવાના આદેશ વચ્ચે રાજકીય આગેવાન (Political Leader) દ્વારા જાહેરમાં જન્મદિવસ પર પ્રતિબંધ વચ્ચે કોરોના સમયે દિવસની ઊજાણી કરી સાથે સાથે કોરોના ગાઈડ લાઇનના પણ ધજાગરા ઉડાડ્યા હતા. આ જન્મ દિવસની ઉજાણીમાં બાળકો સાથે રાખીને બાળકોનાં જીવ પણ મૂશ્કેલીમાં મૂક્યા હોવાનો મામલે સામે આવ્યો છે.  જોકે આ રાજકીય આગેવાનના જન્મદિવસની ઉજવણીનો (Birthday Celebration) વીડિયો (Video) અને ફોટા સોશિયલ  મીડિયામાં (Social Media) હાલ વાયરલ (Viral) થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

સુરતમાં જાહેરમાં જન્મ દિવસની ઉજાણી પર પોલીસ વિભાગ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે સાથે સાથે કોરોના મહામારી વચ્ચે જાહેરમાં કોઈ પણ કાર્યકમ પર હાલમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે સુરતમાં રાજકીય પાર્ટી સાથે જોડાયેલા લોકો આ નિયમો છાસવારે તોડતા હોય છે.

આ પણ વાંચો : સુરત : તાપીના કિનારા પાસે વેચાતો હતો દારૂ, જનતાએ કરી રેડ, Video થયો Viral

આ પણ વાંચો : રાજકોટ : મધર્સ ડેના દિવસે ઘરે આવ્યો દીકરીનો મૃતદેહ, પુત્ર અને પતિ બાદ પુત્રીનું પણ મોત

ત્યારે ભાજપના શહેર સંગઠન મંત્રી પ્રદીપ સિંહ રાજપૂતના ભત્રીજાએ રાજકીય પાર્ટીમાં આગેવાન છે તેનો ગતરોજ જન્મ દિવસ હોવાને લઈને ભેસ્તાન ખાતે પોતાના ઘર નજીક મિત્રો સાથે જાહેરમાં જન્મ દિવસની ઉજાણી કરી પોલીસ કમિશનરના જાહેર નામનો ભંગ કર્યો છે સાથે સાથે કોરોના કાળમાં હાજરમાં અનેક લોકોને એકત્ર કરી માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને જન્મ દિવસની ઉજાણી કરી હતી.





જોકે, અનેક વખત રાજકીય આગેવાનોએ ભૂલ કર્યા બાદ કોઈ પણ પ્રકારે તેમના પર પગલા ન લેવાને લઈને આવા લોકો નિયમો તોડી રહ્યા છે. જોકે બીજી લહેર ઘાતક છે અને બાળકો માટે જોખમી છે ત્યારે આ રાજકીય આગેવાન દ્વારા પોતાના જન્મ દિવસને લઈને ગાઈડ લાઇન અને નિયમોની એસી તેસી તો કરી છે.

આ પણ વાંચો :  સુરત : દારૂની હેરફેરની નવી ટેકનિકનો પર્દાફાશ, બૂટલેગરોનો આઇડિયા જાણી પોલીસ આશ્ચર્યચકિત!

આ પણ વાંચો : રાજકોટ : ‘હું ને મારી માં ઝાડીઓ વચ્ચે છૂપાઈને બેઠા છીએ, મારો ભાઈ અમને ફરીથી મારશે તેવી બીક છે’

પણ બાળકોને આ ઉજાણી માં સાથે રાખીને આ નેતાએ  તેમના જીવ પણ જોખમ મૂક્યાં છે. ત્યારે આવા આગેવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે પોલીસે આ મામલે કાર્યવાહી કરવા માટે દોડધામ શરુ  કરી છે.
First published:

Tags: Surat Videos, Viral videos

विज्ञापन