સુરત : BJP અગ્રણીના ભત્રીજાને જાહેરમાં જન્મદિવસની ઉજવણી ભારે પડી, Video Viral થતા સાતની ધરપકડ

સુરત : BJP અગ્રણીના ભત્રીજાને જાહેરમાં જન્મદિવસની ઉજવણી ભારે પડી, Video Viral થતા સાતની ધરપકડ
વાયરલ થયેલા વીડિયોની તસવીર

પોલીસે આ મામલે  ગુનો નોંધી બર્થ ડે બોય જમીન દલાલ, સહિત તેના 7 મિત્રોની ધરપકડ કરી છે

  • Share this:
સુરતમાં (Surat)  કોરોના (Coronavirus) સમયે  જહેમ કોઈ પણ કાર્યક્રમ નહી યોજવાના આદેશ વચ્ચે રાજકીય આગેવાન (Political Leader) દ્વારા જાહેરમાં જન્મદિવસ પર પ્રતિબંધ વચ્ચે કોરોના સમયે દિવસની ઊજાણી કરી સાથે સાથે કોરોના ગાઈડ લાઇનના પણ ધજાગરા ઉડાડ્યા હતા. આ જન્મ દિવસની ઉજાણીમાં બાળકો સાથે રાખીને બાળકોનાં જીવ પણ મૂશ્કેલીમાં મૂક્યા હોવાનો મામલે સામે આવ્યો છે.  જોકે આ રાજકીય આગેવાનના જન્મદિવસની ઉજવણીનો (Birthday Celebration) વીડિયો (Video) અને ફોટા સોશિયલ  મીડિયામાં (Social Media) હાલ વાયરલ (Viral) થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આ મામલે  ગુનો નોંધી બર્થ ડે બોય જમીન દલાલ, સહિત તેના 7 મિત્રોની ધરપકડ કરી છે

સુરતમાં જાહેરમાં જન્મ દિવસની ઉજાણી પર પોલીસ વિભાગ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે સાથે સાથે કોરોના મહામારી વચ્ચે જાહેરમાં કોઈ પણ કાર્યકમ પર હાલમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે સુરતમાં રાજકીય પાર્ટી સાથે જોડાયેલા લોકો આ નિયમો છાસવારે તોડતા હોય છે.આ પણ વાંચો : સુરત : કાળજું ચીરી નાખતી સુસાઇડ નોટ, 'Sorry મરવું એ ઉપાય નથી પરંતુ ઈજ્જત વગર જીવવું પણ નકામું છે'

ત્યારે ભાજપના શહેર સંગઠન મંત્રી પ્રદીપ સિંહ રાજપૂતના ભત્રીજાએ રાજકીય પાર્ટીમાં આગેવાન છે તેનો ગતરોજ જન્મ દિવસ હોવાને લઈને ભેસ્તાન ખાતે પોતાના ઘર નજીક મિત્રો સાથે જાહેરમાં જન્મ દિવસની ઉજાણી કરી પોલીસ કમિશનરના જાહેર નામનો ભંગ કર્યો છે સાથે સાથે કોરોના કાળમાં હાજરમાં અનેક લોકોને એકત્ર કરી માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને જન્મ દિવસની ઉજાણી કરી હતી.જોકે, અનેક વખત રાજકીય આગેવાનોએ ભૂલ કર્યા બાદ કોઈ પણ પ્રકારે તેમના પર પગલા ન લેવાને લઈને આવા લોકો નિયમો તોડી રહ્યા છે. જોકે બીજી લહેર ઘાતક છે અને બાળકો માટે જોખમી છે ત્યારે આ રાજકીય આગેવાન દ્વારા પોતાના જન્મ દિવસને લઈને ગાઈડ લાઇન અને નિયમોની એસી તેસી તો કરી છે.

આ પણ વાંચો : સુરત : કતારગામાં પતિ-પત્નીએ જાહેરમાં શરમજનક કૃત્ય કર્યુ, પોલીસે કરી અટકાયત

પોલીસે વિડીયોના આધારે બર્થ ડે બોય અને તેના મિત્રો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. દરમિયાનમાં પોલીસે વિડીયોના આધારે બર્થ ડે બોય એવા જમીન દલાલ જીતેસિંહ બ્રિજેશસીંગ રાજપુત અને તેના મિત્ર હર્ષ રમેશ સેન  કમલેશ ઉર્ફે તોતા રાજમણી વિશ્વકર્મા  દિનાકર લક્ષ્મણ પાંડેદિપક રામસીંગ રાજપુત શિવમ ઉર્ફે રીન્કુ સ્વતંત્ર પ્રતાપસીંગ રાજપુત  અને નિતેશ સુભાષ ગૌડની ધરપકડ કરી હતી જોકે આ તમ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ પણ શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:May 14, 2021, 10:45 am

ટૉપ ન્યૂઝ