Home /News /south-gujarat /

ભાજપનો કોર્પોરેટર 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

ભાજપનો કોર્પોરેટર 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

કોર્પોરેટરે ડોક્ટરને ધમકી આપી હતી કે, જો 50000ની રકમ આપવામાં તમે આનાકાની કરશો તો તમારૂ બાંધકામ તોડાવી નાંખવામાં આવશે.

કોર્પોરેટરે ડોક્ટરને ધમકી આપી હતી કે, જો 50000ની રકમ આપવામાં તમે આનાકાની કરશો તો તમારૂ બાંધકામ તોડાવી નાંખવામાં આવશે.

    સુરતમાં ભાજપનો કોર્પોરેટર લાંચ લેતા ઝડપાતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સુરત મહાનગર પાલિકાના ભાજપના કોર્પોરેટર દવાખાનાનું ગેરકાયદેસર બાંધકામ નહી તોડવા મામલે 50 હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, કતારગામ વિસ્તારમાં આવેલા હરિદર્શન સોસાયટી નજીક દવાકાનું બાંધતા એક ડોક્ટર પાસે 50 હજારની લાંચ માંગી હતી. આ લાંચ ગેરકાયદેસર બાંધકામ નહી તોડવા માટે સુરત મહાનગર પાલિકા વોર્ડ નંબર 8 ડભોલી સિંગણાપોર ભાજપના કોર્પોરેટર જયંત ભંડારીએ માંગી હતી.

    આ કોર્પોરેટરે ડોક્ટરને ધમકી આપી હતી કે, જો 50000ની રકમ આપવામાં તમે આનાકાની કરશો તો તમારૂ બાંધકામ તોડાવી નાંખવામાં આવશે. જેથી ડોક્ટર દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોમાં સંપર્ક કરીને ભાજપના કોર્પોરેટર જયંતી ભંડેરી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

    એસીબીના અધિકારીઓએ છટકુ ગોઠવી ફરિયાદી ડોક્ટરને રૂપિયા 50 હજારની ચલણી નોટો પર પાઉડર લગાવીને આપી. અને જયંતી ભંડેરીની ઓફિસ પર તેમને મોકલ્યા. એસીબીની ટીમ પણ આ ઓફીસની આસપાસ ગોઠવાઈ ગઈ હતી અને ભાજપના કોર્પોરેટર જયંતી ભંડેરીએ રૂપિયા 50 હજારની લાંચ સ્વિકારતાની સાથે જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને તેમણે જયંતી ભંડેરીને લાંચના રૂપિયા 50 હજારની ચલણી નોટ સાથે રંગેહાથ ઝડપી પાડયો હતો. કોર્પોરેટરના આ કારસ્તાન બાદ ભાજપે તુરંત તેની સાથે છેડો ભાડી દીધો છે. ભાજપ શહેર પ્રમુકે જયંત ભંડારીને પક્ષમાંથી તત્કાલીન સસ્પેન્ડ કર્યા છે.

    એસીબીની ટીમ દ્વારા આ સમગ્ર લાંચની ઘટનામાં જયંતી ભંડેરી અને ડોક્ટર વચ્ચે થયેલી વાતચિતના અંશોનું રેકોર્ડીંગ પણ કબજે કરવામાં આવ્યુ છે અને એ સિવાયના અન્ય સાંયોગીક પુરાવાઓ પણ એકત્ર કરવામાં આવ્યા છે. હાલમાં ભાજપના જયંતી ભંડેરીની એસીબીએ ધરપકડ કરી છે અને તેની વધુ પુછપરછ હાથ ધરી છે.

    ઉલ્લેખનીય છે કે, અગાઉ ભાજપની ત્રણ મહિલા કોર્પોરેટરો પણ લાંચ કેસમાં ઝડપાઇ ચુકી છે. સુરત મહાનગર પાલિકાની ભાજપની મહિલા કોર્પોરેટરો લાંચ લેવામાં પુરૂષ કોર્પોરેટરો કરતા આગળ છે. અગાઉ પાંડેસરાની વીણા જોશી લાંચ લેતા ઝડપાઈ હતી ત્યાર બાદ થોડા સમય પહેલા વોર્ડ નંબર 25 ગોડાદરા ડીંડોલીની મહિલા કોર્પોરેટર મીના પટેલ પણ લાંચ લેતા ઝડપાઈ હતી. જ્યારે વોર્ડ નંબર મુગલી સરા, સૈયદપુરા કુબેરનગરની ભાજપની મહિલા કોર્પોરેટર નેન્સી સુમરા પણ 50 હજારની લાંચ લેતા ઝડપાઇ હતી. હવે ભાજપના કોર્પોરેટર જયંતી ભંડેરી પણ લાંચ લેતા ઝડપાયો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Arrested, Bribe, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन