સુરતથી ભાજપના ઉમેદવાર દર્શનાબેનનો વિજય

News18 Gujarati
Updated: May 23, 2019, 1:53 PM IST
સુરતથી ભાજપના ઉમેદવાર દર્શનાબેનનો વિજય
સુરતમાં ભાજપના ઉમેદવારની જીત

1989 બાદ યોજાયેલી લોકસભાની આઠ ચૂંટણીમાં સુરત સંસદીય બેઠક ભાજપે જંગી સરસાઇથી જીતી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના જરદોષનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના યુવા પાટીદાર નેતા અશોક અધેવડાને હારનો સામનો કરવો પડ્યો છે.

સુરત શહેર 1989થી ભાજપનો મજબૂત ગઢ રહ્યો છે. 1989 બાદ યોજાયેલી લોકસભાની આઠ ચૂંટણીમાં સુરત સંસદીય બેઠક ભાજપે જંગી સરસાઇથી જીતી છે. 2014ની લોકસભા ચૂંટણી વખતે મોદી લહેરને કારણે ભાજપના ઉમેદવાર દર્શના જરદોશે ૫,૩૨,૫૨૫ મતની જંગી સરસાઇ મેળવી હતી. જો કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં સુરત સંસદીય મત વિસ્તારમાં આવતી સાત વિધાનસભા બેઠકમાં ભાજપની સરસાઇ ઘટીને 3,01,655 થઇ હતી.

આ વખતે પણ લાંબી મથામણ બાદ ભાજપે દર્શના જરદોશને રિપીટ કર્યા છે. જયારે સામે પક્ષે કોંગ્રેસે મૂળ ભાવનગરના વતની અને યુવા પાટીદાર વ્યવસાયી અશોકભાઇ વલ્લભભાઇ પટેલની ઉર્ફે અશોક અધેવાડાની પસંદગી કરી હતી.

1989માં રામજન્મભૂમિ આંદોલનની અસર બાદ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપે પહેલી વખત સુરતમાં ખાતુ ખોલ્યું હતું. ગુજરાત ભાજપના શક્તિશાળી નેતા કાશીરામ રાણા સતત છ ટર્મ સુરતના સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2009માં કાશીરામ રાણાની જગ્યાએ દર્શના જરદોશને ટિકિટ અપાઇ. તેઓ બે ટર્મથી સુરતના સાંસદ છે. જો કે 2014 જેવી મોદી લહેર આ વખતે નથી. શહેર ભાજપના નેતાઓની આંતરિક ખેંચતાણ અને જૂથબંધીને કારણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં સુરત સંસદીય બેઠક અંતર્ગત આવતી સાત વિધાનસભા બેઠકમાં ભાજપની સરસાઇ ઘટી હતી.

જાતિગત સમીકરણો:

આ બેઠક ઉપર પાટીદાર મતદારો પ્રભાવી સંખ્યામાં છે, જે પૈકી સૌરાષ્ટ્રના સ્થળાંતરિત પાટીદારોની બોલબાલા અહીં વધારે છે. આ ઉપરાંત સ્થાનિક રાણા, કોળી, મુસ્લિમ, દલિત અને અન્ય પછાત વર્ગો પણ મોટી સંખ્યામાં છે.
Loading...

સાંસદનું રિપોર્ટ કાર્ડ

સુરત લોકસભા બેઠક પરથી છેલ્લી બે ટર્મથી જંગી બહુમતિથી ચૂંટાતા દર્શના જરદોશની વ્યક્તિગત સંપત્તિમાં છેલ્લા દસ વર્ષમાં ૧૦૭ ટકા વધારો થયો છે. પરંતુ પોતાના મતવિસ્તાર માટે ભાગ્યેજ કૈક કર્યું હોવાનું નિકોનું કહેવું છે.
First published: May 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com