બીલીમોરાઃ મોપેડ ઉપર જતી પરિણીતાની માથામાં પથ્થરના ઘા મારી હત્યા

News18 Gujarati
Updated: February 18, 2019, 11:31 AM IST
બીલીમોરાઃ મોપેડ ઉપર જતી પરિણીતાની માથામાં પથ્થરના ઘા મારી હત્યા
પ્રતિકાત્મક તસવીર

બીલીમોરા નજીકના ખાપરવાડા ગામે મોપેડ ઉપર જતી વણગામની પરિણીતાને કોઇ અજાણ્યાએ માથામાં પથ્થર મારી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી ગઇ હતી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ બીલીમોરા નજીકના ખાપરવાડા ગામે મોપેડ ઉપર જતી વણગામની પરિણીતાને કોઇ અજાણ્યાએ માથામાં પથ્થર મારી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

મળતી માહિતી પ્રમાણે પોંસરી ગામે ભૂલિયા ફળિયામં રહેતી 31 વર્ષીય હસ્મીતાના પહેલા લગ્ન જોરાવાસણ ગામના બિપીનભાઇ પટેલ સાથે થયા હતા. પરંતુ લગ્ન બાદ ચાર મહિના પછી મનમેળ નહીં રહેતાં તેણીના છૂટાછેડા થયા હતા. ત્યારબાદ નવ વર્ષ પહેલાં તેના બીજા લગ્ન વણગામના દિપેશ રાજુભાઇ પટેલ સાથે થયા હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ તેમને એક પુત્ર નો જન્મ થયો હતો. દારૂના લતે ચડેલા દિપેશ પટેલથી કંટાળી હસ્મીતા પોતાના પુત્ર મીત સાથે ત્રણેક મહિનાથી તેના પિયર પોંસરી ગામે આવીને રહેતી હતી.

તેના માતા સચિન ખાતે નોકરી કરતા હોવાથી તેની માતા ભારતીબેનને દરોરોજ જોરાવાસણ રેલવે સ્ટેશનથી આવજાવ કરતા હતા. રવિવારે વહેલી સવારે હસ્મીતા તેની માતા ભારતીબેનને મોપેડ ઉપર બેસાડી જોરાવાલણ રેલવે સ્ટેશન લઇ ગઇ હતી.

આ પણ વાંચોઃ-'તું મારી સાથે ફરવા ચાલ, જોતું નહીં આવે તો તારા મા-બાપને જાનથી મારી નાંખીશ'

હસ્મીતા જોરાવાસણથી મોપેડ પર ઘરે આવવા નીકળી હતી. પરંતુ તેણી લાંબા સમય સુધી ઘરે પહોંચી ન હતી. આથી ભારતીબેને રોશનને હસ્મીતાને જોવા જોરાવાલણ સ્ટેશને મોકલ્યો હતો. રોશન ઘરેથી બેનને શોધવા નીકળતા તેણે ખાપરવાડા ગામના ભંડાર ફળિયાના રસ્તે હસ્મીતાની મોપેડ પડેલી જોઇ હતી. અને હસ્મીતા લોહીલુહાણ હાલતમાં પડેલી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ સગાઇના એક મહિનામાં જ મહિલા બેન્ક મેનેજરે ફાંસો ખાઇ કરી આત્મહત્યાત્યારબાદ ભેગા થયેલા લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. જેમાં હસ્મીતાના માથામાં પાછળના ભાગે જમણા ગાલ ઉપર તથા કાની પાછળ પથ્થરથી માર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જ્યારે બાજુમાં લોહીથી ખરડાયેલો આશરે બે કિલો વજનવાળો પથ્થર પડેલો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ કરાવી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
First published: February 18, 2019, 11:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading