Home /News /south-gujarat /સુરતમાં લુખ્ખા તત્વો બેફામ! અમરોલીમાં બિલ્ડરને ચપ્પુનાં ઘા ઝીંકી બુકાનીધારી બાઇકસવાર ફરાર

સુરતમાં લુખ્ખા તત્વો બેફામ! અમરોલીમાં બિલ્ડરને ચપ્પુનાં ઘા ઝીંકી બુકાનીધારી બાઇકસવાર ફરાર

પ્રતિકાત્મક તસવીર

મૂળ જૂનાગઢના વિસાવદરના વતની અને સુરતમાં સ્થાયી થયેલા બિલ્ડર પર અજાણ્યા શખ્સોનો હુમલો

સુરતમાં (Surat) બિલ્ડર પર હુમલાની ઘટના (Attack on Builder) સામે આવી છે. અમરોલી (Amroli) મનિષા ગરનાળા નજીક કનસ્ટ્રકશન સાઇટ ધરાવતા બિલ્ડર પર બાઇક સવાર બુકાનીધારી બે અજાણ્યા ચપ્પુ (Knife) વડે હુમલો કરી ભાગી ગયા હતા. બનાવ અંગે અમરોલી પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જો કે  હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો તે અંગેનું રહસ્ય ઘેરાય રહ્નાં છે.

સુરતમાં સતત હુલાની (Attack) ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે આવી જ વધુ એક ઘટના બનવા પામી છે. અમરોલી પોલીસ મથક વિસ્તારમાં વરાછા ઍ.કે. રોડ સ્થિત શારદા વિહાર સોસાયટીમાં રહેતા કાળુભાઇ લક્ષ્મણ સાવલીયા (ઉ.વ .49 મૂળ રહે. સરસઇ ગામ, તા. વિસાવદર, જિ. જુનાગઢ) નરેશ મનજીભાઇ ઇટાલીયા (રહે. 34, ક્રિષ્નાપાર્ક સોસાયટી, ડભોલી ચાર રસ્તા) સાથે ભાગીદારીમાં અમરોલી-ઉત્રાણ રોડ સ્થિત મનિષા ગરનાળા નજીક દિવ્યા મોલ નામની કન્સ્ટ્રકશનની સાઇટ પર ધરાવે છે.

આ પણ વાંચો : સુરત : એકલા રહેતા આધેડના હાથ-પગ બાંધી લૂંટના ઈરાદે હત્યા, CCTV વીડિયોમાં કેદ થયા 'હત્યારા'

ગત રાત્રે 8 વાગ્યે બંને ભાગીદાર સાઇટની  ઑફિસે હાજર હતા અને નરેશ ઇટાલીયા મોલની લાઇટીંગનું કામ ચાલુ હતું તે જાવા ઑફિસની બહાર ગયા હતા. કામ પુરૂ થઇ ગયું હોવાથી નરેશે કાળુભાઇને કામે જાવા માટે ફોન કરી ઑફિસની બહાર બોલાવ્યા હતા.
" isDesktop="true" id="1085165" >

બંને ભાગીદારો લાઇટીંગનું કામ જાયા બાદ નરેશભાઇ ઑફિસમાં ડોક્યુમેન્ટ લેવા ગયા હતા અને કાળુભાઇ પોતાની બાઇક લઇ ઘરે જવા નીકળી રહ્યા હતા. ત્યારે મનીષા ગરનાળા તરફથી એક બાઇક ઉપર બે યુવાનો ઘસી આવ્યા હતા.  જે પૈકી બાઇક પર પાછળ બેસેલા બુકાનીધારી યુવાને કાળુભાઇ પાસે ઘસી આવી ડાબા પગના સાથળના ભાગે ઉપરાછાપરી ત્રણ ઘા ઝીંકી પુનઃ બાઇક પર બેસી ઉત્રાણ વીઆઇપી સર્કલ તરફ ભાગી ગયા હતા.

આ પણ વાંચો : જૂનાગઢ : મહિલાને ઢસડી ઘરમા લઈ ગયા શખ્સો, હાથપગ બાંધી ઢોર માર માર્યો

નરેશભાઇને જાણ થતા તેઓ તુરંત જ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત કાળુભાઇને સારવાર માટે તુરંત જ ખાનગી હોલ્ખિટલમાં લઇ ગયા હતા. ઘટના અંગે કાળુ સાવલીયાઓ હુમલો કરનાર અજ્ઞાત વ્યક્તિ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Amroli, Crime news, Stabbing, ગુનો, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन