સુરત: દારૂની ખેપ મારવા જતા બુટલેગરનું બાઈક સ્લીપ થતા રસ્તા પર દારૂની નદી

News18 Gujarati
Updated: December 4, 2019, 9:52 PM IST
સુરત: દારૂની ખેપ મારવા જતા બુટલેગરનું બાઈક સ્લીપ થતા રસ્તા પર દારૂની નદી
સુરતમાં દેશી દારૂ લઈ જતુ બાઈક સ્લીપ માર્યું

બુટલેગરની બાઈક અચાનક સ્લીપ થઈ જતા દેશી દારૂનો જથ્થો રોડ પર વેરવિખેર થઈ જવા પામ્યો હતો.

  • Share this:
સુરતના ઉધના નવસારી રોડ પર દેશી દારૂ લઈને આવતા બુટલેગરની બાઈક અચાનક સ્લીપ થઈ જતા દેશી દારૂનો જથ્થો રોડ પર વેરવિખેર થઈ જવા પામ્યો હતો. જોત જોતામાં દારૂની નદી રસ્તા પર થતા લોકોના ટોળા પણ એકત્ર થઈ ગયા હતા.

ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂ બંધી છે પણ તે માત્ર કાગળ પર છે તેવું લાગે છે કારણ કે, ગુજરાતના સુરતમાં દારૂ બેફામ અને ખુલ્લેઆમ બે રોકટોક મળે છે અને બુટલેગર દ્વારા લાવવામાં આવે છે. આમ તો બાઈક પર જો કોઈ પોટલા લઈને જાય તો સુરત પોલીસ દ્વારા ઇ ચલણ દ્વારા દંડ ફટકારવામાં આવે છે, પણ ગાડી પર પોટલામાં દારૂ લઈ જવામાં આવે છે તેને આજ સુધીમાં દંડ કદી કરવામાં આવ્યો હોય તેવો એક પણ કિસ્સો જોવા મળ્યો નથી.

આજે ઉધના નવસારી રોડ પર બાઈક પર પોટલા લઈને જતી એક બાઈક અચાનક સ્લીપ થઈ ગઈ હતી. જોકે આ બાઈક સ્લીપ થતા પોટલામાંથી દેશી દારૂ રસ્તા પર વેરવિખેર થઈ જવા પામ્યો હતો. આ ઘટના બાદ બુટલેગર બાઈક અને દારૂ મૂકીને ભાગી છૂટ્યા હતા. જોકે રસ્તા પર દારૂની નદી થઈ જતા લોકો મોટી સખ્યામાં એકત્ર થઈ ગયા હતા.

આ ઘટના ની જાણકારી મળતા ઉધના પોલીસ તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર પહોંચીને દારૂનો જથ્થો કબજે લઈને આ મામલે ગુનો નોંધી દારૂ લાવતા બુટલેગરની ઓળખ કરી તેને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા, પણ જે રીતે ઘટના બની હતી તેને લઈને લોકો માત્ર એક વાત કરતા હતા કે, ઇ-ચલણ વડે મેમો આપતી પોલીસને દારૂના આ પોટલાવાળા કેમેરામાં કેમ નથી દેખાતા.
First published: December 4, 2019
વધુ વાંચો
अगली ख़बर