સુરત : ઑવરટેક કરવાના ચક્કરમાં બાઈક ચાલક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો


Updated: February 13, 2020, 5:54 PM IST
સુરત : ઑવરટેક કરવાના ચક્કરમાં બાઈક ચાલક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો
ઑવરટેક કરવાના ચક્કરમાં એકનું મોત.

સામેથી આવતી ગાડીને જોયા વગર ઑવરટેક કરતા ચાલકની બાઈક કારની અડફેટે આવી ગઈ હતી.

  • Share this:
સુરત : શહેરના ભેસ્તાનથી ડીંડોલી બ્રિજ પર એક બાઈક ચાલાકે પોતાની ભૂલને કારણે જીવ ગુમાવાનો વારો આવ્યો છે. સામેથી આવતી ગાડીને જોયા વગર ઑવરટેક કરતા ચાલકની બાઈક કારની અડફેટે આવી ગઈ હતી. અકસ્માત બાદ ચાલકને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

સુરતના રસ્તા પર બેફામ ગાડી ચલાવતા લોકો માટે ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. કારણ કે કોઈ વખતે કરેલી ઉતાવળ મોતના મુખમાં ધકેલી દેતી હોય છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સોસાયટીમાં આશીષ મનજીભાઈ ડાખરા પરિવાર સાથે રહેતો હતો અને કન્સ્ટ્રક્શનના વ્યવાસાય સાથે સંકળાયેલો હતા. ગુરુવારે સવારે તે બાઈક પર કતારગામ ભેસ્તાન-ડીંડોલી વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઈટ પર જઈ રહ્યો હતો.

આશીષે ભેસ્તાન ડીંડોલી બ્રિજ પર પોતાની બાઈક ગફલત રીતે હંકારી હતી. જેના કારણે સામેથી આવતીકાર દેખાઈ ન હતી અને બાઇકની કાર સાથે ટક્કર થઈ ગઈ હતી. અકસ્માત બાદ તે નીચે પડ્યો હતો અને તેના શરીર પર ઈજા પહોંચી હતી. કાર ચાલકે પણ બાઇક સવારને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ટક્કર રોકી શક્યા ન હતો.અકસ્મત બાદ 108ને ફોન કરીને આ યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં સારવાર મળે તે પહેલા તેનું કરુણ મોત થયું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
First published: February 13, 2020, 5:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading