સુરત : યુવાનને TRB જનવાનને લાફો ઝીંકીને ધમકાવ્યો, 'તું મને ઓળખતો નથી, તારી નોકરી સાચવ'


Updated: June 2, 2020, 9:10 AM IST
સુરત : યુવાનને TRB જનવાનને લાફો ઝીંકીને ધમકાવ્યો, 'તું મને ઓળખતો નથી, તારી નોકરી સાચવ'
પ્રતીકાત્મક તસવીર

બે યુવાનને પોલીસની  સૂચનાથી ટીઆરબી દ્વારા અટકાવામાં આવતા બાઈક સવાર ઈસમ દ્વાર જવાનને એક લાફો ઝીંકી દીધો હતો.

  • Share this:
સુરત : કોરોના વાયરસને લઇને લૉકડાઉન વચ્ચે છૂટછાટ આપવામાં આવી છે પણ લોકોને માસ્ક પહેરવા માટેના આદેશ વચ્ચે સુરતના વેડ દરવાજા ચાર રસ્તા પાસે બપોરે ટ્રાફિક પોલીસ વાહન ચેકીંગ કરતા હતા. ત્યારે બે યુવાનો બાઇક પર  માસ્ક પહેર્યા વિના રોંગ સાઈડ પર જતા હતા. આ  બે યુવાનને પોલીસની  સૂચનાથી ટીઆરબી દ્વારા અટકાવામાં આવતા બાઈક સવાર ઈસમ દ્વાર જવાનને એક લાફો ઝીંકી દીધો હતો. આ સાથે પોલીસ સાથે દૂરવ્યવહાર કરવામાં આવ્યો હતો. જોક, ભાગી છૂટેલા બાઈક સવાર બે ઈસમો વિરોધ ગુનો નોંધવામાં આવ્યો છે.

કોરોના વાયરસ ને લઇને ચાલી રહેલા લૉકડાઉનમાં ગતરોજથી અનેક છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે લોકોને ફરજીયાત માસ્ક પહેરવાની પણ સૂચના તંત્ર દ્વારા આપવા આવી છે. ત્યારે ગતરોજ બપોરના સમયે  વેડ દરવાજા ચાર રસ્તાથી સિંગણપોર જવાના રોડ પર વાહન ચેકીંગ દરમિયાન રોંગ સાઈડ આવેલા પલ્સર બાઈક ( નં. જીજે-19-એસ-0841 ) પર સવાર બે યુવાનોને પોલીસની સૂચનાથી ટિઆરબી જવાન દ્વારા અટકાવવામાં આવ્યાં હતાં. જવાને તેમને પૂછ્યું કે, રોંગ સાઈડ અને માસ્ક વગર કેમ ફરી રહ્યાં છો. તેવું કહેતાની સાથે બાઈક પર આવેલા બે યુવાનમાંથી સિગારેટ ફૂંકી રહેલા એક યુવાને ટીઆરબી જવાન મિથુન ચાવડાને ધમકાવ્યો હતો. તેણે કહ્યું હતું કે,  હું અહીંથી જ પલ્સર લઈને જઈશ, તું હજી મને ઓળખતો નથી, તારા કોઈ અધિકારીને પૂછ કે અમે કોણ છીએ. તું તારી નોકરી સાચવ, તારે દરરોજ અહીં જ નોકરી કરવાની છે, નહીં તો તારો દાવ કરી નાખીશ. તેવું કહીને એક તમાચો મારી દીધો હતો.

આ પણ વાંચો - રાજ્યભરની RTO 4 જૂનથી થશે શરૂ, ત્યાં જવાનું પ્લાનિંગ હોય તો જાણી લો તમામ નિયમો

જેને લઇને ત્યાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી તાતકાલિક આવી પહોંચતા  આ ઈઅમૉ દ્વારા તેમની સાથે પણ દૂરવ્યવહાર કરવામાં આવ્યો હતો. પોલીસે આ યુવાનનોની પૂછપરછ કરતા ઝહીર હસન ટેલર  અને ચાલકે ઈબ્રાહીમ બુસા વરીયા તરીકે ઓળખ આપી હતી. જોકે બંનેવ યુવાનો દ્વારા તમાશો શરુ કરી લોક ટોળું એકત્ર કરવમાં આવ્યુ હતું. આ ટોળામાં એક 50 વર્ષીય આધેડ દ્વારા તમે અમારા માણસો ને કેમ હેરાન કરો છો કાહીને આ બંનેવ યુવાનો ત્યાંથી ભગાડી મુક્તા પોલીસે આ બંનેવ યુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, પોલીએ આ મામલે વધુ તપાસ કરતા આરોપી  ઝહીર ટેલરે અગાઉ પણ પોલીસ અધિકારીઓ તેમજ જવાનો સાથે માથાકૂટ કરી ચૂક્યો છે તેવું જાણવા મળ્યુ છે.

આ પણ જુઓ - 
First published: June 2, 2020, 9:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading