સુરતઃ બાઈક અથડાતા ઇકો કાર બે ટાયર ઉપર દોડી પછી પલટી ખાઈને ખાડામાં ખાબકી, ફિલ્મી સીન જેવો અકસ્માતનો live video

સુરતઃ બાઈક અથડાતા ઇકો કાર બે ટાયર ઉપર દોડી પછી પલટી ખાઈને ખાડામાં ખાબકી, ફિલ્મી સીન જેવો અકસ્માતનો live video
અકસ્માતનો વીડિયો

કોસંબા નજીક નેશનલ હાઇવે નંબર 8 ઉપર ફિલ્મી સીન જેવો અકસ્માત થયો હતો. જેમાં બાઈક અથડાયા બાદ કાર બે ટાયર ઉપર દોડતી રહી હતી અને થોડે દૂર જઈને પલટી મારી ખાડામાં ખાબકી હતી.

 • Share this:
  કેતન પટેલ, બારડોલીઃ સુરત (surat) નજીક આવેલા કોસંબા પાસે (kosmba) બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (car and bike accident) સર્જાયો હતો ગત તારીખ 11મી માર્ચના રોજ કોસંબા નજીક સર્જાયેલા અકસ્માતમાં બાઇક સ્લીપ થતાં સામેથી આવતી તો કાર પલટી ગઈ હતી ઇકો કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર લોકોને તથા બાઇક પર જતા વ્યક્તિઓને ઈજા પહોંચી હતી એક્સિડન્ટ બાદ સમગ્ર એક્સિડન્ટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છ

  મળતી માહિતી પ્રમાણે કોસંબા નજીક નેશનલ હાઇવે નંબર 8 (National highway 8) પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 11મી માર્ચના રોજ સર્જાયેલા એક્સિડન્ટમાં બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને સ્લીપ થયેલી બાઈક પલ્ટી ખાઈને ઇકો સાથે અથડાઈ હતી. જેથી ઇકો કાર પલટી ગઈ હતી. તેથી કારમાં સવાર અને બાઈક પર જતા વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

  સમગ્ર એકસીડન્ટ ને પગલે આસપાસમાંથી પસાર થતા લોકોએ રેસ્ક્યુ કાર્ય કર્યું હતું જોકે સમગ્ર એક્સિડન્ટના વીડિયો સીસીટીવી સ્વરૂપે સામે આવ્યા હતા જેમાં રોડ પર જતો બાઇકચાલક સામે પહોંચતા જ સ્લીપ થાય છે જેથી તેના ટાયર ઉપરથી પસાર થતી વખતે પલટી મારી જાય છે.

  આ પણ વાંચોઃ-અકસ્માતનો live video, સુરત નજીક નેશનલ હાઇવે ઉપર ફૂલ સ્પીડ દોડલી પિકઅપ જીપ ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ

  આ પણ વાંચોઃ-કારમી હાર બાદ રવિવારે T-20 મેચમાં ટીમ ઇન્ડિયાના કયા ખેલાડીઓ હવે ઇંગ્લેન્ડની ટીમ ઉપર પડી શકે છે ભારે?

  આ પણ વાંચોઃ-રાજકોટઃ કમકમાટી ભર્યો અકસ્માતનો live video, બાઈક ધડાકાભેર કારને અથડાયું, ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા બે યુવક

  આ પણ વાંચોઃ-ચાલું બાઈક પર બે યુવકોના જોરદાર સ્ટંટ અને પછી અચાનક ઊંધા માટે પટકાયા, જુઓ live video

  ઉલ્લેખનીય છે કે સુરતના ચલથાણ પ્રિન્સ કટ પાસે ટ્રક ચાલકે એકાએક હાઇ વે ક્રોસ કરતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક સામેની સાઈડથી અંદર રસ્તો ક્રોસ કરીને ધીમે ધીમે બીજી તરફના રોડ પર આવી રહી હતી એ દરમિયાન ફૂલ સ્પીડમાં આવતી પિક અપ ગાડી ટ્રકના પાછળના ભાગે અથડાઈને પલટી મારી ગઈ હતી. જો કે ટ્રક ચાલક તો મદમસ્ત રીતે ટ્રકને ચલાવીને ત્યાંથી નીકળી ગયો હતો.  સમગ્ર એક્સિડન્ટ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. પાછળથી આવતી પિક અપ ફૂલ સ્પીડે અથડાયા બાદ ટ્રક માત્ર થોડો હલ્યો જ હતો. ટ્રકની સ્પીડ ઓછી હતી અને ટ્રક ઓવર લોડિંગ હોવાથી ટ્રક પિક પલટી મારી ગયા બાદ પણ તેની દરકાર લીધા વગર જ નાસી છૂટ્યો હતો.
  Published by:ankit patel
  First published:March 14, 2021, 17:23 pm

  ટૉપ ન્યૂઝ