સુરત : ગાડીમાં આવેલા તસ્કરો 45 મિનિટમાં 26.10 લાખની ચોરી કરી ધોળેદિવસે છૂમંતર, ચોંકાવનારો Video


Updated: June 19, 2020, 1:31 PM IST
સુરત : ગાડીમાં આવેલા તસ્કરો 45 મિનિટમાં 26.10 લાખની ચોરી કરી ધોળેદિવસે છૂમંતર, ચોંકાવનારો Video
આ ચોરીએ સુરતમાં સૌને ચોંકાવ્યા છે.

સુરતમાં ખૂન અને મારામારીની વણથંભી વણઝાર વચ્ચે ચોરીનો સનસનાટી ભર્યો ઘટનાક્રમ, પોલીસનો ગુનેગારોમાં ડર ન હોય તેવો માહોલ

  • Share this:
કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે આપવામાં આવેલું લૉકડાઉન (Lockdown) સમાપ્ત થવાની  સાથે જ સુરતમાં (surat) સતત ગુનાખોરી (Crime) વધી રહી છે. ત્યારે સુરતના સૌથી પોર્શ વિસ્તરમાં પરિવાર ઘરની બહાર હતું તે સમયે ગાડીમાં આવેલા તસ્કરો માત્ર 45 મિનિટ રૂપિયા 26.10 લાહીની ચોરી કરી (Stolen) ફરાર થઇ ગયા હતા જોકે ઘટનાઈ જાણકારી પોલીસને (Surat police0 આપતા પોલીસે તપાસ શરુ કરતા સમગ્ર મામલો બિલ્ડિગનાં સીસી ટીવી ચેક કરતા સામે આવ્યો છે.  છે પોલીસે ચોરી કરવા આવેલા તસ્કરો ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે

બનાવની વિગત એવી છે. લોકડાઉન  બાદની સૌથી મોટી ચોરીની ઘટના સામે આવી છે. સુરતના સૌથી પોર્શ ગણાતા વિસ્તાર  સિટીલાઇટ રોડમાં આવેલ  અશોક પાન સેન્ટરની સામેની ગલીમાં આવેલા સંસ્કૃતિ એપાર્ટમેન્ટમાં ફલેટ નં. 901 માં રહેતા અજય જેઠાનંદ સચ્ચાનંદાની અડાજણના આનંદ મહલ રોડ પર નવનીત મોર્ટસ નામે ફોર વ્હીલનું વર્કશોપ ચલાવે છે. ગતરોજ સવારે તેઓ નિયમીત સમયે વર્કશોપ પર ગયા હતા અને બપોરના અરસામાં  અરસામાં પત્ની કમલબેન અને પુત્ર પ્રતીક શાકભાજી અને લોન્ડ્રીમાં ગયા હતા.

 તે સમયે તસ્કરોએ તેમના બંધ ઘરને નિશાન બનાવી મેઇન દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી બેડરૂમ અને અન્ય રૂમના કબાટના તાળો તોડી તેમાંથી રોકડા રૂા. 3.50 લાખ અને સોનાના હીરા જડિત દાગીના વિગેરે મળી કુલ રૂા. 22.60 લાખ મળી કુલ રૂા. 26.10 લાખની મત્તા ચોરીને ભાગી ગયા હતા.

આ પણ વાંચો :  શું NCP ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપને 'દગો' દીધો? વૉટ આપીને કહ્યુ- પાર્ટીના આદેશ પ્રમાણે મત આપ્યો

ઘરે પરત ફરેલા  માતા-પુત્ર શાકભાજી લઇ પરત આવ્યા ત્યારે ઘરનો મેઇન દરવાજો તુટેલો જોઇ ચોંકી ગયા હતા અને તુરંત જ અજયને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતા ઉમરા પોલીસ પણ બનાવ વળી જગિયા પર દોડી આવ્યા હતા અને આ મામેલ તપાસ શરૂ કરી હતી પોલીસે સંસ્કૃતિ એપાર્ટમેન્ટ અને તેની આજુબાજુની સોસાયટી-એપાર્ટમેન્ટના CCTV કેમેરાના ફુટેજ ચેક કરતા ક્વીડ કારમાં ત્રણ ચોર આવ્યા હતા. જે પૈકી બે ચોર કારમાંથી ઉતરી લીફટમાં ઉપર જતા અને અડધો કલાક બાદ હાથમાં બે થેલા અને પીઠ પર બેગ લટકાવીને પરત કારમાં બેસીને નજરે પડયા હતા.

આ પણ વાંચો :  અમદાવાદ : એક જ પરિવારનાં છ લોકોનાં મૃતદેહ મળતા ખળભળાટ, બે પુરુષ અને ચાર બાળકનો સમાવેશ

જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને પકડી પડવાની કવાયત હાથ ધરી છે જોકે આ સમગ્ર ઘટન સમયે સોસાયટીના ગેટ પર ફરજ બજાવતો વોચમેન પણ પોતાની ફરજ પર હાજર નહિ હોવાને લઈને  પોલીસ તેને શંકાની નજરે જોઇ રહી છે. બીજી તરફ પોલીસ સીસીટીવી ના આધારે   કવીડ કારને ટ્રેક કરતા તે ચોરીનો કસબ અજમાવ્યા બાદ પનાસ કેનાલ રોડ થઇ રીંગરોડ તરફ ગઇ હોવાનું અને છેલ્લે સહારા દરવાજા પાસે નજરે પડી હતી જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે
First published: June 19, 2020, 1:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading