સુરત : શહેરના વેડરોડ વિસ્તારમાં માથા ભારે ઈસમની છાપ ધરાવનાર સૂર્યા મરાઠીની હત્યામાં સંડોવાયેલ તેનો જ સાગરિત રાહુલ એપાર્ટમેન્ટ પેરોલ પર બહાર આવ્યા બાદ ભાગી છૂટ્યો હતો. જોકે પેરોલ પર બહાર આવીને ત્યારે તેણે ઉધના વિસ્તારના કાળું નામના બુટલેગરની હત્યાની સોપારી પણ લીધી હતી. તે ઉપરાંત લાજપોર જેલમાં પણ જેલની અંદર ફોટો સેશન મામલે પણ ગુનો દાખલ થયેલ હતો. પોલીસે તેને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
સુરતના વેડરોડ પર આવેલા સૂર્યા મરાઠી હત્યા મામલે તેનાજ સાગરિક એવા રાહુલ એપાર્ટમેન્ટનું નામ સામે આવતા પોલીસે તેની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. જોકે આરોપી જેલ વાસ દરમિયાન પરિવારની તકલીફ બતાવીને પેરોલ પર છૂટ્યાં બાદ જેલમાં હાજર નહિ થતા તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે પેરોલ પર છૂટ્યા બાદ તેણે ઉધના વિસ્તારના નામચીન બુટલેગર કાલુની સોપારી લઇને હત્યા કરી હતી.
આ પણ વાંચો -
સુરત : સાસરીયાથી ત્રસ્ત પરીણિતાની કહાની, દહેજ માટે પતિએ એવું કર્યું કે જાણીને તમે દંગ રહી જશો
આ હત્યામાં પણ તેનું નામ સામે આવ્યુ હતું તે ઉપરાંત આરોપી જેલમાં હતો ત્યારે અન્ય આરોપી સાથે ફોટો સેશન અને સેલ્ફી લીધી હતી તે વાઇરલ થતા આ મામલે પણ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને આ ઈસમને પોલીસ શોધી રહી હતી.
પેરોલ પર છૂટ્યા બાદ પેરોલ ઝંપ કરીને જેલમાં હાજર નહીં થતા પોલીસે તેને ઝડપી પાડવા માટે સતત પ્રયાસ કરી રહી હતી, ત્યારે બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડી ફરી એક વાર જેલ હવાલે કર્યો છે, ત્યારે સૂર્યા મરાઠી સાથે નામચીન બુટલેગર કાલુની હત્યામાં પણ તેનો હાથ હોવાનું સામે આવતા પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.