મિલકત ધારકોને સુરત મનપાની વેરાને લઇને મોટી ભેટ: જાણો 20 લાખથી વધુ મિલકતોને કેટલો થશે ફાયદો?

મિલકત ધારકોને સુરત મનપાની વેરાને લઇને મોટી ભેટ: જાણો 20 લાખથી વધુ મિલકતોને કેટલો થશે ફાયદો?
ફાઈલ તસવીર

જો ઓનલાઇન પેમેન્ટ કરવામાં આવશે તો 32 ટકા રિબેટ આપવામાં આવશ. આ સ્કીમમાં લાભ આગામી 31 ઓગસ્ટ સુધી ટેક્ષ ભરનારને મળશે.

  • Share this:
સુરતઃ કોરોના વાયરસ (coronavirus) અને લોકડાઉનના (lockdown) કારણે લોકોની આર્થિક હાલત દયનિય થવા પામી છે. જેથી મનપા શક્ય હોય તેટલી શહેરીજનોને રાહત આપી રહી છે. રાજ્ય સરકાર (state Government) દ્વારા તમામ વાણિજ્યક એકમોને પ્રોપર્ટી ટેક્ષમાં 20 ટકા રીબેટનો લાભ આપવામાં આવ્યો છે. જેમાં રેસીડેન્શીયલને આ રાહત આપવામાં આવી ન હતી.

સુરત મહાનગરપાલિકા (surat municipal corporation) દ્વારા હવે રહેણાંક મિલકતોને પણ આ પ્રોપર્ટી ટેક્ષમાં 20 ટકા રાહત આપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે અને આ દરખાસ્તને આજે સ્થાયી સમિતિએ મંજુર કરી છે, જેની સાથે પેહલા એડવાન્સ ટેક્ષ જે 10 ટકા રીબેટ હતું તે હવે 30 ટકા થઈ ગયું છે અને જો ઓનલાઇન પેમેન્ટ કરવામાં આવશે તો 32 ટકા રિબેટ આપવામાં આવશ. આ સ્કીમમાં લાભ આગામી 31 ઓગસ્ટ સુધી ટેક્ષ ભરનારને મળશે.એડવાન્સ ટેકસ ભરનારાઓને 10 ટકાના રીબેટના લાભ સાથે સાથે 20 ટકા રીબેટનો લાભ પણ મળશે. અને ડિજિટલ પેમેન્ટ (Digital payment) કરનારાઓને વધુ ૨ ટકા લાભ મળશે. આ રીબેટની મુદ્દત 30 જૂન સુધીની હતી જે હવે વધારીને મનપા દ્વારા 31 ઓગસ્ટ સુધી કરી દેવામાં આવી છે. કોરોનાની સ્થિતિના કારણે સુરત મનપા દ્વારા એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને વેરા 10 ટકા રાહત અને કાર્ડ કે અન્ય કોઇ રીતે ડિજિટલ પેમન્ટ કરનારા મિલકતદારોને વધુ બે ટકા મળી 12 ટકા રિબેટનો લાભ આપવામાં આવ્યો હતો અને હવે જેનો લાભ સીધો ૨ માસ વધારી દેવાયો છે.

અને રહેણાંક મિલકતોને પણ વાણિજ્યક એકમોની જેમ જ 20 ટકા વધુ લાભ આપવામાં આવશે. એટલે કે 31 ઓગસ્ટ સુધી પ્રોપર્ટી ટેક્ષ ભરનારાઓને કુલ 30 ટકાનો લાભ આપવામાં આવશે. અને ડીજીટલ પેમેન્ટ કરાશે તો કુલ ૩૨ ટકાનો લાભ મળશે તેમજ સીનીયર સીટીઝનોને વધુ 10 ટકા લાભ આપવામાં આવે છે. જેથી તેઓને કુલ 42 ટકાનો લાભ મળશે. રહેણાંક મિલકતો 14 લાખથી વધુ અને વાણિજ્ય મિલકતો 7 લાખથી વધુ ને આ યોજનાનો લાભ મળશે.

જે મિલકત દ્વારા અત્યારે ૨૮ જુન સુધીમાં વેરો ભરપાઈ કરવામાં આવ્યો છે. તેમના માટે સ્થાયી સમિતિ અધ્યક્ષે જણાવ્યું હતું કે તેમને પણ આ યોજનાનો લાભ મળશ અને આવતા વર્ષના વેરા બિલમાં ક્રેડિટ આપવામાં આવશે. ઉપરાંત આ સમગ્ર યોજનામાં મનપાની 111 કરોડનું નુક્શાન થાય તેમ છે.
Published by:News18 Gujarati
First published:June 30, 2020, 00:08 am

ટૉપ ન્યૂઝ