સુરત : ડાયમંડ ઉદ્યોગમાં તેજી માટે મોટો નિર્ણય, એક મહિના સુધી રફ હીરાની ખરીદી નહીં કરાય


Updated: June 4, 2020, 6:02 PM IST
સુરત : ડાયમંડ ઉદ્યોગમાં તેજી માટે મોટો નિર્ણય, એક મહિના સુધી રફ હીરાની ખરીદી નહીં કરાય
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
સુરત : કોરોના વાઇરસને લઇને સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ઉભી થયેલી સ્થિતિમાં વૈશ્વિક સ્તરે ડાયમંડ ઇન્ડસ્ટ્રી ટકી રહી તે માટે સુરત અને સાથે મુંબઈના ડાયમંડ સંગઠનોએ ભેગા થઈ, આગામી એક મહિના સુધી રફ ડાયમંડની ખરીદી નહીં કરવાની સંયુક્ત રીતે અપીલ કરી છે. હાલમાં વેપારી પાસે તૈયાર માલ છે, તેની માંગ વધતા વેચાણ થાય તો વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો નહીં આવે.

કોરોના વાઇરસને લઇને બે મહિના ચાલેલ લોકડાઉન બાદ સુરત ડાયમંડ ઉદ્યોગ શરુ થયો છે, પણ જે રીતે વેપારી પાસે પહેલેથી પોલીસ માલનો મોટા પ્રમાણમાં ભરાવો છે, સાથે વૈશ્વિક સ્તરે પણ વેચવાલી નથી. સાથે-સાથે જવેલરી ઉદ્યોગમાં પણ ખરીદી નથી. તેવામાં બીજીતરફ વૈશ્વિક સ્તરે બાયર્સ પણ પોલિસ ડાયમંડનો જથ્થો છે, ત્યારે આ સંજોગોમાં બજાર ખુલતાની સાથે રફ હીરાને પોલિશ હીરાના ભાવમાં તાલમેલ જળવાઈ રહે અને બિન જરૂરી રીતે ભાવની રમતમાં હીરા ઉદ્યોગકારોએ ભોગ બનવું ન પડે તે માટે સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગપતિઓની એક મીટીંગ મળી હતી, તેમાં સુરત ડાયમંડ એસોસિયેશન સુરત હીરા બુર્સ સાથે જીજેઇપીસી સહિતની સંસ્થાઓ દ્વારા હીરા ઉદ્યોગકારોને સ્વૈચ્છિક રાહે એક મહિના માટે રફ ડાયમંડની ખરીદી નહિ કરવા અપીલ કરી હતી.

ઓટલે કે, 1 જૂનથી આગામી 30 જૂન સુધી હીરાના રફની ખરીદી અટકાવી નાખી છે. એક મહિના માટે રફ ડાયમંડની ખરીદી કરાશે નહિ. લોકડાઉન હળવું કરાયા બાદ હીરાઉદ્યોગમાં કામકાજ શરૂ થયા છે. સુરતમાં નાની- મોટી ઘણી ડાયમંડ ફેકટરીઓ શરુ થઇ ગઈ છે સાથે-સાથે સુરતમાં આવેલ બે મોટા હીરા બજાર મહિધરપુરા- વરાછા હીરાબજારની ઓફિસમાં પણ ટ્રેડિંગ કામકાજ શરૂ થઇ ગયા છે. લગભગ ૧ લાખથી વધુ રત્નકલાકારોને ફરી રોજગાર મળતો થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ઉપરાંત ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પહેલેથી ૨.૬ બિલિયન ડોલરની રફનો જથ્થો હોવાનો અંદાજ મુકાય છે. આ તબક્કે જૂન માસમાં રફની ખરીદી નહિ થતા ૧ બિલિયન ડોલરની કિંમતની રફ ડાયમંડની આયાત ઓછી રહેવાની ધારણા છે. ઉદ્યોગ સાથે સંકળાયેલાઓ મુજબ, આ નિર્ણયથી રફ ડાયમંડના ભાવમાં બિનજરૂરી ઉછાળો જોવાશે નહિ. બીજીતરફ પોલિશનું પ્રોડકશન અગાઉની સરખામણીએ ઓછું હોય, પ્રોડકશન પણ અંકુશિત રહેશે. જે તમામ પરિબળની અસરે પોલિસ્ડ ડાયમંડના ભાવ ટકી રહેશે, જ્યારે રફ ડાયમંડના ભાવમાં ખોટો વધારો જોવાશે નહિ.

જોકે ડાયમંડની સૌથી વધુ માંગ એનટ્રોપ સાથે હોંગકોક છે, ત્યારે આ બજારો હજુ પણ નથી ખુલ્યા, જેને લઇને જો માલની માંગ નહિ હોય અને સતત માલ તૈયાર કરવામાં આવે તો માલની ડિમાન્ડ નહિ હોવા છતાંય વેપારીઓ માલ તૈયાર કરશે, જેથી તેમના માલની વેલ્યુએશન ઓછી થઇ જાય, પરિણામે વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવે, જેને લઇને જે તૈયાર માલ છે, તે બજારમાં માંગ આવતા વેચાઈ જાય અને વેપારીના રૂપિયા છુટા થાય તો, ડાયમંડ ઉદ્યોગમાં તેજી આવે જેને લઈને ફુગાવો નહિ વધે તે માટે આ નિર્ણય લેવામાં આવી્યો છે.
First published: June 4, 2020, 6:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading