સુરત : 'દાદા' બનવાના સપના જોતો ભૂષણ ગેંગનો સાગરિત ઝડપાયો, બે દિવસમાં બે જગ્યા કર્યુ હતું ફાયરિંગ

સુરત : 'દાદા' બનવાના સપના જોતો ભૂષણ ગેંગનો સાગરિત ઝડપાયો, બે દિવસમાં બે જગ્યા કર્યુ હતું ફાયરિંગ
સુરતના ડીંડોલી વિસ્તારમાં મંગળવારે ઘટેલી ઘટનામાં આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

'ઇસ કો હી માર ડાલતે હે' કહી શ્રમજીવી યુવકના કપાળ પર ચાકુનાં ઘા ઝીંકી ફાયરિંગ કર્યુ હતું.

  • Share this:
ઝીલન દવે : નવાગામ ચિંતાચોક વિસ્તારમાં મંગળવારે ભર બપોરે જાહેરમાં હવામાં ચપ્પુ ફેરવી ગાળાગાળી કરતા પાંચ ટપોરીઓએ ગાળો બોલવાની ના પાડનાર શ્રમજીવી યુવકને ઢીકામૂક્કીનો મારમારી કપાળના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. તેમજ શ્રમજીવી પોતાનો જીવ બચાવી ભાગવા જતા તેનો પીછો કરી તેના ઉપર પિસ્તોલથી ફાયરિંગ કયું હતું જાકે સદનસીબે યુવકને ગોળી વાગી ન હતી. બનાવ અંગે યુવકે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. ઝડપાયેલા શખ્સો ભૂષણ ગેંગના છે જેમણે મંગળવારે બે દિવસમાં બે ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં પ્રથમ ઘટનામાં શ્રમજીવીને તો બીજી ઘટનામાં સ્પા સંચાલક પર ફાયરિંગ કરી ખંડણી માંગી હતી.

સુરતના ડીંડોલી નવાગામ ચિંતાચોક શિવાજી મહારાજ સ્મારક નજીક આર.ડી.નગર ખાતે રહેતા રાજેશ ધનુરાય યાદવ છુટક મજુરી કામ કરે છે. રાજેશ ગઈકાલે મંગળવારે ભારત બંધનું ઍલાન હોવાથી કામ ઉપર ગયો ન હતો અને ઘરે હતો. દરમિયાન બપોરના સાડા ચારેક વાગ્યે રાજેશ તેના મિત્ર અમીત દુબે સાથે નજીક આવેલ ચાની લારી ઉપર ચા પીવા માટે ગયા હતા.આ પણ વાંચો :  સુરત : પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો, ગળેટૂંપો દઈ મૃતદેહને કોથળામાં વીંટી દીધો હતો

અમિત ચા પીની જતો રહ્ના હતો, રાજેશ ઍકલો લારી પર બેસો હતો તે વખતે નવાગામ લક્ષ્મણનગરમાં રહેતો ભુષણ ઉર્ફે બબલુ પાટીલ, ઉજ્જવલ ઉપાધ્યાય, ગોપાલ રાજપુત અને ઉમીયાનગરમાં રહેતો ગજેન્દ્ર ઉર્ફે ગજ્યો પાટીલ, ગંગાનહરમાં રહેતો યોગેશ ઉર્ફે ગુલામ બે મોટર સાયકલ ઉપર આવી ચાની લારી પાસે ઉભા હતા અને હાથમાં ચપ્પુ પકડી હવામાં ફેરવી જારજારથી ગાળો બોલતા હતા,

રાજેશ તમામને ઓળખતો હોવાથી તેમને ગાળો બોલવાની ના પાડતા તેઓ ઉશ્કેરાયા હતા અને રાજેશને ગાળો આપી તું કોણ અમને કેહવાવાળો ઈશકો હિ માર ડાલતે તેમ કહી ઉજ્જવલ ઉપાઘ્યાયે તેના કમરના ભાગેથી પિસ્તોલ કાઢી રાજેશ તરફ તાકી ફાયરિંગ કરતા ફાયરિંગ થયું ન હતુ.

જેથી રાજેશ પોતાનો જીવ બચાવવા માટે ભાગતા આરોપીઓ તેના મારવા માટે પાછળ દોડી પકડી ઢીકમુક્કીનો મારમાર્યો હતો અને કપાળના ભાગે ચપ્પુના ઘા મારી લોહીલુહાણ કર્યો હતો. રાજેશે બુમાબુમ કરતા આરોપીઓ બાઈક પર બેસી ભાગ્યા હતા. તે વખતે પણ ઉજ્જવલે પિસ્તોલમાંખી ફાયરિંગ કયું હતું.

આ પણ વાંચો :  સુરત : લુખ્ખાતત્વોનો આતંક, ચાના પૈસા માંગતા કારીગરની ધોલાઈ કરી, મારામારી CCTVમાં કેદ

પરંતુ રાજેશ બચી ગયો હતો. રાજેશ નજીકમાં આવેલ મેડીકલમાંથી પાટો અનેદ લા લઈ પટ્ટી બાંધી હતી અને ત્યારબાદ ફરિયાદ નોધાવતા પોલીસે રાજેશની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:December 12, 2020, 15:55 pm

ટૉપ ન્યૂઝ