સુરત : 'એ લુખ્ખે તેરા મસાજ કા ધંધા અચ્છા ચલતા હે,ચલ પાંચ હજાર નિકાલ,' સ્પા સંચાલક પર ફાયરિંગ

સુરત : 'એ લુખ્ખે તેરા મસાજ કા ધંધા અચ્છા ચલતા હે,ચલ પાંચ હજાર નિકાલ,' સ્પા સંચાલક પર ફાયરિંગ
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં ભૂષણ ગેંગનો આતંક, લિંબાયત અને ડીંડોલીમાં બે વાર ફાયરિંગ કર્યુ, 'દાદા' બનવાના સપના જોતી ગેંગે શહેરને બાનમાં લીધું

  • Share this:
સુરત શહેરના (Surat) લિંબાયત આર.ડી.ફાટક પાસે રંગીલા ઍપાર્ટમેન્ટમાં રહેતા મસાજ પાર્લરના સંચાલકના ઘરે ગઈકાલે ભર બપોર બંદુક અને રેમ્બો છરો સાથે આવેલા માથાભારે બુટલેગર સહિત પાંચ ટપોરીઓએ 'મસાજ કા ધંધા અચ્છા ચલતા હે તો ખર્ચા પાની કે પાંચ હજાર નિકાલ તેવુ કહી ઝઘડો કરી તેરે કો અભી પૈસા દેના પડેગા નહી તો ઠોક દુંગા' હોવાની ધમકી આપી નાસી ગયા હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે. સુરત શહેરમાં આમ 24 કલાકના સમયમાં જ ફાયરિંગની (Surat firring) બે ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ આર.ડી.ફાટક રંગીલા ઍપાર્ટમેન્ટમાં રહેતા મૂળ ભરૂચના જંબુસરના વિનોદ ઉર્ફે ચીકુ રાજેન્દ્રભાઈ માધવરાવ માળી (ઉ.વ.38) છેલ્લા 10 વર્ષથી પરિવાર સાથે રહે છે. અને ઘરમાં જ બોડી મસાજ (સ્પા)નો ધંધો કરે છે.વિનોદ ગઈકાલે બપોરે સાડા ત્રણેક વાગ્યે ઘરમાં તેની દીકરી ગાયત્રી, દીકરો રોહીત અને બહેન કવિતા સાથે સોફા ઉપર બેઠો હતો તે વખતે અગાઉ દારૂનો ધંધો કરતો બુટલેગર ભુષણ પાટીલ, દિપક માળી, ગોપાલ, રાહુલ પાંડે સહિત પાંચ જણા રેમ્બો છરો અને બંદુક જેવા ઘાતક હથિયારો સાથે ઘરમાં ઘુસી આવ્યા હતા અને સોફા ઉપર વિનોદની બાજુમાં બેસી ગયા હતો.

આ પણ વાંચો :  સુરત : પાલિકાનો વહીવટ 'ખાડે' ગયો, રિપરીંગ કામ અધુરું છોડી દેતા બાઇક ચાલક ખાબક્યા, મોઢે ગંભીર ઇજા

ભુષણે સોફા ઉપર બંદુક મુકતા પરિવારના સભ્યો ગભરાય ગયા હતા. ભુષણે વિનોદને ઍ લુખ્ખે તેરા મસાજ કા ધંધા અચ્છા ચવતા હૈ તો ખર્ચા પાની કે પાંચ હજાર નિકાલ જાકે વિનોદ અને તેની પત્નીઍ ભુષણને હાલમાં કોરોના બિમારીને કારણે ધંધો બંધ છે. જેથી અમારી પાસે પૈસા નથી.કેમ કહેતા ભુષણે તેરે કો અભી પૈસા દેના પડેલા નહી તો ઠોક દુંગા તેવી ધમકી આપી હતી.

આ પણ વાંચો :  સુરત : 13 વર્ષથી જાલી નોટના કેસમાં ફરાર હતો 'કપિલદેવ,' પોલીસથી બચવા હરિદ્વારના આશ્રમમાં બની ગયો હતો સેવક

વિનોદની પત્નીએ ખરેખર ધંધો બંધ હોવાથી પૈસા નથી તેમ કહી હાથ જાડ્.યા હતા પરંતુ માન્યા ન હતા અને કલ પૈસા તૈયાર રખના નહી તો સચ મે ઠોક દેગે તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે વિનોદ માળીની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. *
Published by:Jay Mishra
First published:December 09, 2020, 22:48 pm

ટૉપ ન્યૂઝ