Home /News /south-gujarat /સુરતઃ ભુરી ડોન ગેંગનો આતંકનો live video, મસાજ પાર્લરમાં ઘૂસી છરી બતાવીને ચલાવી લૂંટ

સુરતઃ ભુરી ડોન ગેંગનો આતંકનો live video, મસાજ પાર્લરમાં ઘૂસી છરી બતાવીને ચલાવી લૂંટ

ભૂરી ગેંગના આતંકનો વીડિયો પરથી તસવીર

surat crime news: પાંચેક માથાભારે શખ્સોએ મસાજ પાર્લરની દુકાનમાં (loot in massage parlor) ઘુસી છરી બતાવી મોબાઈલ અને રોકડ (mobile and cash loots) 14 હજારની લૂંટ ચલાવી હતી.

સુરતઃ સુરતના (surat news) વરાછામા (varachha) અવારનવાર લુખ્ખા તત્વોનો આતંક સામે આવતો હયો છે. ત્યારે ફરી એકવાર લુખ્ખા તત્વો ફરી ઊભા થઈ રહ્યાં છે. ત્યારે ભુરી ડોન ગેંગના (bhuri don gang) આતંક વચ્ચે તેમના જ કથિત સાગરીતો દ્વારા મસાજ પાર્લરમાં (Massage parlor) ઘુસીને લૂંટ ચલાવવામાં આવી હતી. જેમાં પાંચેક માથાભારે શખ્સોએ મસાજ પાર્લરની દુકાનમાં (loot in massage parlor) ઘુસી છરી બતાવી મોબાઈલ અને રોકડ 14 હજારની લૂંટ ચલાવી હતી. જેથી પોલીસે CCTVના આધારે પાંચ શખ્સો સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના વરાછામા ફરી એકવાર ભુરી ડોન ગેંગનો આતંક સામે આવ્યો છે. જેમાં ડોનના તેમના જ કથિત સાગરીતો દ્વારા મસાજ પાર્લરમાં ઘુસીને લૂંટ ચલાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પાંચેક માથાભારે શખ્સોએ મસાજ પાર્લરની દુકાનમાં ઘુસી છરી બતાવી મોબાઈલ અને રોકડ 14 હજારની લૂંટ ચલાવી હતી. જેથી પોલીસે CCTVના આધારે પાંચ શખ્સો સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પાર્લરના વિશ્વરૂપ વરુણ દેએ પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યું કે, મસાજ પાલર તેઓ દોઢ વર્ષથી ચલાવી રહ્યા છે. અચાનક એક મહિલા અને એની સાથે એક યુવક દુકાનમાં ઘુસી આવ્યા હતા. ત્યારબાદ રૂપિયાની માગણી કરી ગંદી ગાળો દેવા લાગી હતી.



એટલું જ નહીં પણ પાર્લર ચલાવવું હોય તો પૈસા તો આપવા જ પડશે એમ કહી ધમકાવવા લાગી હતી.બાદમાં અન્ય પાંચેક શખ્સો ઘુસી આવ્યા હતાં. જેમણે મોબાઈલની સાથે રોકડા રૂપિયાની લૂંટ ચલાવી ધમકી આપી હતી.

આ પણ વાંચોઃ-Viral: વિદ્યાર્થીએ પરીક્ષામાં લખ્યો એવો જવાબ કે પેપર ચેક કરી શિક્ષક પહોંચી ગયા કોમામાં!

પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.જેમાં CCTVના આધારે નાનો ભરવાર, રવી ગોસાઈ, રાહુલ ઘોદો તથા અભીબાવા અને દિલીપ દરબાર દ્વારા લૂંટ ચલાવી ભાગ બટાઈ કરવામાં આવી હોવાથી તમામ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-અજાણી મહિલાને મોબાઈલ નંબર આપવો અમદાવાદના વેપારીને ભારે પડ્યો, વાંચો honey trapનો ફિલ્મી કિસ્સો

મહત્વપૂર્ણ છે કે, કથિત રીતે આરોપીઓ ભૂરી ગેંગના સાગરિતો છે. અગાઉ પણ ભૂરી ડોન નામની યુવતી સામે ખંડણી સહિતની અનેક ફરિયાદો નોધાઈ ચૂકી છે.
Published by:Ankit Patel
First published:

Tags: CCTV Video, Crime news, Gujarati News News, Surat news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો