સુરત દુર્ઘટના અંગે શિક્ષણ મંત્રીએ કહ્યું, રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે

News18 Gujarati
Updated: May 25, 2019, 10:28 AM IST
સુરત દુર્ઘટના અંગે શિક્ષણ મંત્રીએ કહ્યું, રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે
શિક્ષણ મંત્રીએ કહ્યું, રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સુરતમાં થયેલ ઘટના દુ:ખદ છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 20 વિદ્યાર્થીઓના મોત થયા છે. આ ઘટના અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સુરતમાં થયેલ ઘટના દુ:ખદ છે. ત્રણ દિવસ બાદ સમગ્ર ઘટનાનો રિપોર્ટ આવશે, રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને સીનિયર અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક બોલાવવામાં આવશે. વારંવાર બનતી આવી ઘટના ફરી ન બને તે માટે બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના આદેશ અનુસાર રાજ્યના બધા જ કોર્પોરેશનના કમિશ્નર અને કલેક્ટરોએ આવા ટ્યુશન ક્લાસમાં ફાયર સેફ્ટીની સુવિદ્યા છે કે નહીં, તેની તપાસ શરૂ કરી દીધી છે. જ્યાં સુધી આ તપાસ પૂરી ન થાય અને ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર ન મેળવે ત્યાં સુધી આ ક્લાસિસ બંધ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

ઘટનાને પગલે મુખ્યમંત્રીએ સ્થળની મુલાકાત લીધી હતી અને મૃતકોના પરિવારોને ચાર-ચાર લાખની સહાયની જાહેરાત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાળકોના મોતનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાથે સાથે તપાસના આદેશ આપ્યા હતા.

આ પણ વાંચો: સુરત દુર્ઘટના: ટ્યૂશન ક્લાસીસના સંચાલકની કરાઇ અટકાયત

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ એક ક્લિક કરીને જાણો...
 

ઉપરાંત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં તમામ ટ્યુશન ક્લાસિસને બંધ કરવા આદેશ કરાયો છે. જ્યાં સુધી ફાયર સેફટીનું એનઓસી નહીં લેવાય ત્યાં સુધી ટ્યુશન કલાસ શરૂ નહીં કરી શકાય. પોલીસ કમિશનરે તક્ષશિલા આરકેડની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે.

આ પણ વાંચો: સુરત દુર્ઘટના : વીજળીના થાંભલો આવી રીતે બન્યો 20 બાળકોના મોતનું કારણ
First published: May 25, 2019
વધુ વાંચો
अगली ख़बर