lockdown: સુરતમાં 11 માળની બિલ્ડિગ ઉપર ભજીયા પાર્ટી કરતા લોકો ઝડપાયા, પોલીસે કરી કાર્યવાહી


Updated: April 4, 2020, 9:18 PM IST
lockdown: સુરતમાં 11 માળની બિલ્ડિગ ઉપર ભજીયા પાર્ટી કરતા લોકો ઝડપાયા, પોલીસે કરી કાર્યવાહી
ભજીયા પાર્ટી કરતા લોકોની તસવીર

કોરોના વાયરસના કારણે દેશને 21 દિવસ લોકડાઉન કરવામાં આવ્યો છે. ત્યારે લોકો એક બીજાના સંપર્કમાં નહિ આવે અને સોશિયલ ડિસ્ટસિંગ જાળવા માટે અનેક વખત કહેવામાં આવે છે. અને આ વાયરસને ફેલાવતા અટકાવ માટે પોલીસ વિભાગ સતત લોકોને લોકડાઉનનું પાલન કરાવે છે.

  • Share this:
સુરતઃ કોરોના વાયરસને (coronaviurs) લઇને લોકો એક બીજાના સંપર્ક અહીં આવે તે માટે લોકડાઉન આપવામાં આવ્યુ છે ત્યારે કેટલાક લોકો બહાર નહિ આવીને પોતાની સોસાયટીમાં એકત્ર થાય છે અથવા એપાર્ટમેન્ટના ધાબા ઉપર પાર્ટી કરતા હોય છે. ત્યારે આવાલોકો ઘરમાં રહે તે માટે પોલીસ ડ્રોનની મદદ લે છે ત્યારે સરથાણાની એક અગાસી પર ભજીયા પાર્ટી કરવી રહીશોને ભરી પડી હતી. પોલીસના ડ્રોન કેમેરાએ આ પાર્ટી પકડી પાડી હતી. જેથી તમામ લોકો પોલીસે અટકાયત કરી હતી,

કોરોના વાયરસના કારણે દેશને 21 દિવસ લોકડાઉન કરવામાં આવ્યો છે. ત્યારે લોકો એક બીજાના સંપર્કમાં નહિ આવે અને સોશિયલ ડિસ્ટસિંગ જાળવા માટે અનેક વખત કહેવામાં આવે છે. અને આ વાયરસને ફેલાવતા અટકાવ માટે પોલીસ વિભાગ સતત લોકોને લોકડાઉનનું પાલન કરાવે છે.

ત્યારે કેટલાક લોકો બિન જરૂરી બહાર નીકળીને લોકડાઉન પાલન નથી કરતા તેવે લોકો પર પોલીસે કડક કાર્યવાહી શરુ કરી છે. તે ઉપરાંત લોકો સોસાયટીના નાકા પર એકત્ર થઈને ગપ્પા મારવા સાથે ક્રિકેટ પણ રમતા હોવાની ફરિયાદ ને લઇને પોલીસ ડ્રોન ની મદદ થી આવા લોકોને કેમેરામાં કેદ કરીને કાર્યવાહી કરે છે ત્યારે લોકો સોસાયટી માં બહાર બેસવાની જગ્યામાં રેસિડન્સીમાં આવેલ બિલ્ડિગ પર રક્તર થઈને પાર્ટી કરતા હોય છે.

આ પણ વાંચોઃ-અમેરિકામાં કોરોના વાયરસનો હાહાકાર! corona પોઝિટિવ પતિ-પત્નીએ માત્ર છ મિનિટમાં તોડ્યો દમ

સુરતમાં આવી પાર્ટી કરવી સુરતના લોકો ભારે પડી વરાછા રોડ પર સરથાણા જકાતનાકા ખાતે આવેલી રાજહંસ સ્વપ્ન નામના બિલ્ડીંગની છત પર ભજીયા પાર્ટી ચાલતી જોકે આ લોકોને ખબર નથી કે પોલીસનું ટ્રોન 11 માળે પણ આવશે અને પોલીસનો કેમેરો 11 માળે પોહચી ગયો હતો. ત્યારે લોકો ભજીયા માટેનો સામાન કાપતા હતા. પણ ડ્રોન જોઈને કેટલાક લોકો ભજીયા પાર્ટીનો સામાન કાપતા કાપતાં દોડીને નીચે જતા રહે છે અમુક લોકો ત્યાં જ બેઠા રહે છે.

આ પણ વાંચોઃ-કોરોના વચ્ચે કરુણ કહાની! મહિલાએ કૂતરા પાસેથી રોટલી ઝૂંટવી; ત્રણ દિવસ સુધી ભુખી રહી ત્રણ બહેનોજોકે ત્યાર બાદ પોલીસ પોંહચીને આ લોકો સામે કાર્યવાહી કરી હતી. જોકે આ વીડિયો હવે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. ત્યારે લોકો હવે આ વિડીયો પરથી ધ્યાન રાખે કે પોલીસ જમીન નહિ પણ હવામાં જઈને પણ લોકડાઉનનો ભંગ કરશો તો ધ્યાન રાખીને કાર્યવાહી કરશે.

કોરોનાના પગલે કલમ 144ના જાહેરનામાના ભંગ બદલ આજ રોજ19 કેસ નોંધાયા છે. ડ્રોન કેમેરા દ્વારા 23 અને સાઇબર ક્રાઈમ ના 6 ગુના તથા જાહેરનામા ભગ બદલ 338ની અટક કરવામાં આવી છે. 469 વાહનો ડિટેઇન કરાયા છે.

આ પણ વાંચોઃ-રાજકોટમાં હવે બાઇક પર બે વ્યક્તિ નહીં બેસી શકે, પાસ વગર નીકળનાર સામે થશે કાર્યવાહી

લોકડાઉનમાં આજદિન સુધી જાહેરનામા ભંગના 188 કલમ હેઠળ 256 કેસ નોંધાયા છે. 269,270,271 કલમ હેઠળ 866 ગુના નોંધાયા છે. ડ્રોન કેમેરા દ્વારા આજદિન સુધીમાં 79 કેસ નોંધાયા છે. CCTV સર્વેલન્સ દ્વારા 6 કેસ થયા છે.સાઇબર ક્રાઈમ હેઠળ 13 કેસ નોંધાયા છે. ટોટલ 1839 લોકોની અટક કરવામાં આવી છે. કુલ વાહન 4986 ડિટેઇન આજદિન સુધીમાં કરાયા છે.
First published: April 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading