નિયમો ભંગ કરનાર વેપારીઓ સાવધાન! સુરતમાં નિયમોના ઉલ્લંઘન બદલ સાત ડાયમંડ યુનિટ સીલ કરાયા


Updated: June 12, 2020, 9:59 PM IST
નિયમો ભંગ કરનાર વેપારીઓ સાવધાન! સુરતમાં નિયમોના ઉલ્લંઘન બદલ સાત ડાયમંડ યુનિટ સીલ કરાયા
પ્રતિકાત્મક તસવીર

હીરાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોની સંખ્યા વધારે હોવાને લઇને હીરાના કારખાના કોરોના સંક્રમણ માટે હોટ સ્પોટ બની રહ્યા છે.

  • Share this:
સુરતઃ કોરોના વાયરસને (coronavirus) લઇને લોકડાઉન (lockdown) છૂટછાટ આપતાની સાથે હીરા ઉધોગ (diamond industry) શરુ કરવામાં આવ્યો છે. ત્યારે ગતરોજ કોરોના કેસ જે રીતે વધી રહ્યા છે. અને તેમાં પણ ગતરોજ કતારગામ હીરા વ્યવસાય સાથે જોડાયેલ લોકોની સંખ્યા જોયા બાદ તંત્ર દ્વારા અનેક ચેતવણી આપવામાં આવી છે. અને આજે તેનો ભંગ થતા તત્ર દ્વારા હીરાના સાત ખરખાનાઓને સીલ કરવામાં આવ્યા સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

કોરોના વાયરસને લઈને તંત્ર દ્વારા જે રીતે લોકડાઉન આપવામાં આવ્યુ હતું. જોકે હાલમાં છૂટછાટ મળતાની સાથે સુરતનો હીરા ઉધોગ ફરી એકવાર શરુ કરવામાં આવ્યો હતો. જોકે તંત્ર દ્વારા અનેક ગાઇડલાઇનનું પણ કરવાની સૂચના આપવામાં આવી છતાંય લોકો તેનું પાલન કરતા નથી.

આ પણ વાંચોઃ-વર્ક ફ્રોમ હોમ! અનલૉક 1 હોવા છતાં આ અમદાવાદીઓએ આફતને અવસરમાં બદલી

તેવામાં ગતરોજ કોરોના પોઝિટિવ દર્દી સામે આવ્યા હતા. તેમાં કતારગામ વિસ્તારમાં સૌથી વધુ દર્દી નોંધાયા હતા. જેમાં પણ હીરાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોની સંખ્યા વધારે હોવાને લઇને હીરાના કારખાના કોરોના સંક્રમણ માટે હોટ સ્પોટ બની રહ્યા છે.

આ પણ વાંચોઃ-હત્યા કે આત્મહત્યા! રાજકોટમાં બે દિવસથી ગુમ યુવતીનો મૃતદેહ કૂવામાંથી મળ્યો

મહાનગરપાલિકાએ હીરાના કારખાનામાં કારીગરો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને માસનો ઉપયોગ કરવા માટે વારંવાર અપીલ કરી છે. મહાનગરપાલિકાની અપીલ છતાં પણ હીરાના કારખાનામાં નિયમનું પાલન કરવામાં આવે તેવી સૂચના ગતરોજ આપવામાં આવી હતી.આ પણ વાંચોઃ-પડતા પર પાટું! સુરતમાં ગૂગલ પે માટે કામ કરતા 160 લોકોને છૂટા કરાતા રઝળવાનો વારો

છતાં આજે તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા દિવસ દરમિયાન શિવમ જ્વેલ્સ, એસઆરકે વસ્તા દેવડી રોડ, ધર્મનંદન ડાયમંડ, રીંકલ ઇમ્પેક્સ, જે. બી. બ્રધર્સ, સી. દિનેશ એન્ડ કંપની અને રોયલ ડાયમંડ ગાઈડ લાઇનનું પાલન નહિ કરતા હોવાનું સામે આવતા તંત્ર દ્વારા આ તમામ 7 જેટલા રાખનાં સીલ મારવા સાથે ન 10,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
First published: June 12, 2020, 9:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading