આવા ઠગથી સાવધાન! 20 હજારના ભાડાની લાલચમાં મકાન માલિકે ગુમાવ્યા લાખો રૂપિયા


Updated: June 3, 2020, 11:34 PM IST
આવા ઠગથી સાવધાન! 20 હજારના ભાડાની લાલચમાં મકાન માલિકે ગુમાવ્યા લાખો રૂપિયા
પ્રતિકાત્મક તસવીર

દિલ્હીની કંપનીના તેમજ ખાનગી કંપની અધિકારી તરીકે ઓળખ આપી મકાનના ઘાબા ઉપર મોબાઈલ કંપનીનું ટાવર મુકવાને બહાને એડવાન્સમાં રૂપિયા 14 લાખ અને મહિના ભાડા પેટે રૂપિયા 20 હજાર આપવાની લાલચ આપી હતી.

  • Share this:
સુરતઃ સીટીલાઈટ શ્રી નિકેતન એપાર્ટમેન્ટમાં રહેતા એ.સી. રિપેરીંગ અને ટેકનીશીયનને ઠગબાજે દિલ્હીની કંપનીના તેમજ ખાનગી કંપની અધિકારી તરીકે ઓળખ આપી મકાનના ઘાબા ઉપર મોબાઈલ કંપનીનું ટાવર મુકવાને બહાને એડવાન્સમાં રૂપિયા 14 લાખ અને મહિના ભાડા પેટે રૂપિયા 20 હજાર આપવાની લાલચ આપી રજીસ્ટ્રેશન ફી પેટે સહિતના વિવિધ બહાને કુલ રૂપિયા 14.65 લાખ પડાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે.બનાવ અંગે ઉમરા પોલીસ પાસે મળતી વિગત મુજબ સીટીલાઈટ શ્રી નિકેતન એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ નવસારીના અમલસાડના છાપરાગામના કલ્પેશકુમાર ચીમન પટેલ (ઉ.વ.40) મઝદા રેફ્રીજરેશનમા એ.સી. રિપેરીંગ અને ટેકનનીશીયન તરીકે નોકરી કરે છે.

કલ્પેશકુમારને ગત તા 15મી જુલાઈ 2018માં એક અજાણ્યાનો ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ દિલ્લીથી ડીઝાયર રીટેઈલ પ્રા.લી, કંપનીના રાજીવ અગ્રવાલ તરીકે આપી હતી. અને કલ્પેશકુમારને તેના મકાનના ધાબા મોબાઈલ કંપનીનું ટાવર મુકવાની વાત કરી એડવાન્સમાં 14 લાખ અને મહિને રૂપિયા ૨૦ હજર ભાડુ આપવાની લાલચ આપી હતી. કલ્પેશકુમારે ટાવર મુકવાની દેવાની તૈયારી બતાવતા તેને રજીસ્ટ્રેશન ફી પેટે રૂપિયા 14159 ભરવાનુ કહ્નાં હતું જે રૂપિયા કલ્પેશકુમારે ટ્રાન્સફર કર્યા બાદ રાજીવ અગ્રવાલે કંપનીના માણસો વેરીફિકેશન માટે આવશે હોવાનુ કહ્નાં હતું જાકે કોઈ માણસ નહી આવતા કલ્પેશકુમારે ફોન કરતા બીજા વધારે પૈસા જમા કરવાની વાત કરી હતી.

આ પણ વાંચોઃ-ગુજરાત માટે રાહતના સમાચાર! 'નિસર્ગ' વાવાઝોડાનો ખતરો ટળ્યો, બે દિવસ થશે મધ્યમ વરસાદ

અને અરવિંદ ઠાકરે ફોન કરી ફોર્મ ભરાવ્યું હતું કે ફોર્મ વોટ્સઅપ પર મોકલ્યા બાદ તનીશ્કા રાઠોડે ફોન કરી પંજાબ નેશનલ બેન્કનો ચેક હોવાનુ કહી  ખાનગી કંપનીના અધિકારી તરીકે રાહુલ શર્મા મનોહર દેસાઈનો ફોન આવશે હોવાનુ કહ્ના બાદ બંને જણાના ફોન આવ્યા હતો અને ૨૦.૧૦ લાખનો ચેક મોકલી આપવાનું કહી તેમના કહેવા પ્રમાણે કલ્પેશકુમારે આઈસીઆઈસીઆઈ બેન્કમાં ખાતુ ખોલાવ્યું હતું.

આ પણ વાંચોઃ-આ ચોમાસામાં સુરતની થશે કસોટી? ઉકાઇ ડેમમાં પાછલા વર્ષની સરખામણીમાં 42 ફૂટ વધુ પાણી 

ખાતુ ખોલાવ્યા બાદ જંયતી નામના વ્યકિતનો ફોન આવતો હતો અને વિઝીટ કરવા માટે આવુ હોવાનુ કહ્નાં હતું જાકે કોઈ વિઝીટ માટે આવ્યા ન હતા અને આખી ટોળકીએ એકબીજાની મદદથી આઈસીઆઈસીઆઈ બેન્કના ખાતામાંથી ટુકડે ટુકડે કરી ગત તારીખ ૨૮મી જુલાઈ ૨૦૧૮થી ૨૨ જુન ૨૦૧૯ના સમયગાળામાં કુલ રૂપિયા ૧૪,૬૫,૭૯૨ અલગ અલગ બેન્કમાં ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતા. બનાવ અંગે પોલીસે કલ્પેશકુમારની ફરિયાદ લઈ રાજીવ અગ્રવાલ, અવિનાશ મલ્હોત્રા, રાહુલ શર્મા, અરિવંદ ઠાકરે, તનીશ્કા રાઠોડ, મનોહર દેસાઈ અને જયંતી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
First published: June 3, 2020, 11:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading