Home /News /south-gujarat / સુરતનાં સુવાલીનાં દરિયા કિનારે બિચ ફેસ્ટિવલ યોજાશે

 સુરતનાં સુવાલીનાં દરિયા કિનારે બિચ ફેસ્ટિવલ યોજાશે

 એક મહિના દરમિયાન દરરોજ સાંજે સુવાલીના રમણીય બીચ પર મહેદી, સંગીત, નૃત્ય, ચિત્રકામ, રેત-કલા, બાલ-રમતો વગેરેનું આયોજન થશે.

 એક મહિના દરમિયાન દરરોજ સાંજે સુવાલીના રમણીય બીચ પર મહેદી, સંગીત, નૃત્ય, ચિત્રકામ, રેત-કલા, બાલ-રમતો વગેરેનું આયોજન થશે.

    હરવા ફરવાના મોજીલા સુરતીલાલાઓ માટે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી 3 નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુંધી સુરત નજીક આવેલા સુવાલીના દરિયાકિનારે બિચ ફેસ્ટિવલ યોજાશે.

    આ બિચ ફેસ્ટીવલ-૨૦૧૮નું  3જી નવેમ્બરનાં રોજ સાંજે ૫.૩૦ વાગે પ્રવાસન, આદિજાતિ વિકાસ, વન અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ઉદ્દધાટન કરવામાં આવશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના અધ્યક્ષ કમલેશ પટેલ, સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોશ, સાંસદ સી.આર.પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિનીબેન પટેલ, વગેરે ઉપસ્થિત રહેશે.

    એક મહિના દરમિયાન દરરોજ સાંજે સુવાલીના રમણીય બીચ પર મહેદી, સંગીત, નૃત્ય, ચિત્રકામ, રેત-કલા, બાલ-રમતો તેમજ રો કલાઈમ્બિગ, ટાયર કલાઈમ્બિગ, ઝોર્બિગ, બીમ, બર્મા બ્રિજ, ઊટસવારી, ઘોડે સવારી  તેમજ ક્રાફટ સ્ટોલ, ફુડ કોર્ટ, ફોટો કોર્નર જેવા વિશેષ આકર્ષણો સાથે પ્રવાસીઓ આનંદ માણી શકશે.

    સરકાર દ્વારા રાજ્યનાં અનેક ભાગોમાં નિયમીત રીતે ફેસ્ટિવલ યોજવામાં આવે છે અને પ્રવાસનને વેગ આપવાનાં પ્રયાસો થઇ રહ્યાં છે. સુરતનો દરિયાકાંઠો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. આ બિચ ફેસ્ટિવલ દ્વારા સુરત સહિતનાં બહારનાં લોકો પણ આવશે અને સ્થાનિક રોજગારીને વેગ મળશે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Tourism, ગુજરાત, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन