બારડોલીઃ વિદ્યાર્થીઓ ખીચોખીચ ભરતા સ્કૂલવાન ચાલકો સામે RTOની લાલ આંખ

બારડોલીઃ વિદ્યાર્થીઓ ખીચોખીચ ભરતા સ્કૂલવાન ચાલકો સામે RTOની લાલ આંખ
આરટીઓ જીપની તસવીર

તાજેતરમાં જ શાળા શરૂ થતાં દુર્ઘટના રોકવા સલામતીના ભાગ રૂપે સુરત જિલ્લાનું બારડોલી આર ટી ઓ સાબદું થયું છે.

 • Share this:
  કેતન પટેલ, બારડોલીઃ તાજેતરમાં જ શાળા શરૂ થતાં દુર્ઘટના રોકવા સલામતીના ભાગ રૂપે સુરત જિલ્લાનું બારડોલી આર ટી ઓ સાબદું થયું છે. અને ત્રણ દિવસથી બેફામ બાળકો ભરી જતા વાન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે. તો બીજી બાજુ શાળામાં વરધી મારતા વાન રીક્ષા ચાલકોએ પણ બેઠક કરી બારડોલી આર.ટી.ઓ પર હલ્લા બોલ કર્યો હતો.

  થોડા દિવસો પહેલા સુરતના તક્ષશિલામાં આગ દુર્ઘટના બાદ હવે દરેક જગ્યાએ વહીવટી તંત્ર જાગૃત થયું છે. જેના ભાગ રૂપે સુરત જિલ્લાના બારડોલી આર ટી ઓ કચેરીના અધિકારીઓ એ બેફામ ઓવર લોડ જતા અને ટેક્ષ નહીં ભરનાર ટ્રક ચાલકો સામે લાલ આંખ કરી છે. સાથે શાળામાં ભણતા નાના બાળકોને લઈને જતા રીક્ષા તેમજ વાન ચાલકો સામે પણ કાર્યવાહીનો દોર શરૂ કર્યો છે. તેમજ ત્રણ દિવસમાં 20થી વધુ વાહનો પણ ડિટેન કર્યા છે. અને વાન તેમજ રીક્ષામાં મર્યાદિત બાળકો લઇ જવામાં આવે તેમજ વાનમાં સી એન જી કીટ નું રજિસ્ટ્રેશન સાથે ફાયરની સુવિધા કરવા જણાવાયું હતું.  કેટલાક દિવસોથી આર ટી ઓના અધિકારીઓ દ્વારા વાન ચાલકોને ચેકિંગના નામે હેરાનગતિ કર્યાનો સુર ઉઠ્યો છે. અને બાળકોને શાળા એ લઈ જતા આજે મોટી સંખ્યામાં વાન ચાલકો તેમજ રીક્ષા ચાલકો આર ટી ઓ કચેરી ખાતે હલ્લાબોલ પણ કર્યું હતું. તેમજ બે દિવસ સુધી હડતાળ પર ઉતરી ગયા હતા અને બાળકોને પણ લઇ જવાય ન હતા. જેથી બાળકો પણ અટવાયા હતા. બાદ માં તમામ ચાલકો એ બારડોલી રંગ અવધૂત મંદિર ખાતે ભેગા મળી બેઠક પણ કરી હતી.

  આર ટી ઓ કચેરીના અધિકારીઓની કામગીરીની વાત કરીએ તો ટેક્સ નહીં ભરનાર મોટી સંખ્યામાં ટ્રક ધારકોને નોટિસો પાઠવી મર્યાદિત સમયમાં ટેક્સ ભરવા જણાવાયું હતું. તો બીજી બાજુ શાળાના બાળકો સાથે વાહનમાં દુર્ઘટના નહીં બને તે માટે આગામી દિવસોમાં બાળકો લઇને જતા વાન - રીક્ષા ચાલકો સાથે કયા પ્રકાર ની તકેદારી રાખવી એ માટે જાગૃતિ માટે સેમિનારનું પણ આર ટી ઓ દ્વારા આયોજન થનાર છે.
  First published:June 14, 2019, 17:20 pm

  टॉप स्टोरीज