બારડોલીઃ ચેઇન સ્નેચિંગનો live video, આંખના પલકારે મંદિરમાં દર્શન કરવા આવેલી  મહિલાનું  મંગળસૂત્ર તોડી ચોર ફરાર

બારડોલીઃ ચેઇન સ્નેચિંગનો live video, આંખના પલકારે મંદિરમાં દર્શન કરવા આવેલી  મહિલાનું  મંગળસૂત્ર તોડી ચોર ફરાર
સીસીટીવી પરથી તસવીર

મંદિરની બહાર મોટર સાયકલ મૂકી મુખ્ય દરવાજામાંથી તેઓ અંદર જઇ રહ્યા હતા તે સમયે ત્યાં ઉભેલા એક 30થી 35 વર્ષના અજાણ્યા ઇસમે દક્ષાબેનના ગળામાંથી સોનાનું મંગલસૂત્ર આંચકી લીધું હતું.

 • Share this:
  બારડોલી : બારડોલી (bardoli) નજીક આવેલા ધામદોડ ગામની (Dhamdod village) સીમમાં આવેલા રંગ અવધૂત મંદિરમાં (Rang avadhut temple) દર્શન માટે આવેલી મહિલાના ગળામાંથી સોનાનું મંગલસૂત્ર (chain snatching) આંચકી નાસી છૂટ્યો હતો. મહિલાએ આ અંગે બારડોલી પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

  બારડોલી તાલુકાનાં બાબેન ગામે આવેલી અવધ લાઈફ સ્ટાઈલ સોસાયટીમાં રહેતા અને મૂળ માંડવી તાલુકાનાં ગામતળાવ (બુજરંગ)ના મહેન્દ્રસિંહ મહિડા તેના પત્ની દક્ષાબેન સાથે ગુરુવારે સવારે 9.30 વાગ્યે બારડોલી કડોદ રોડ પર આવેલા શ્રી રંગ અવધૂત મંદિરમાં દર્શન માટે ગયા હતા.  મંદિરની બહાર મોટર સાયકલ મૂકી મુખ્ય દરવાજામાંથી તેઓ અંદર જઇ રહ્યા હતા તે સમયે ત્યાં ઉભેલા એક 30થી 35 વર્ષના અજાણ્યા ઇસમે દક્ષાબેનના ગળામાંથી સોનાનું મંગલસૂત્ર આંચકી લીધું હતું અને રોડ પર ઉભેલા એક યુવક સાથે મોટર સાયકલ બેસીને નાસી છૂટ્યા હતા.

  આ પણ વાંચોઃ-વહૂને આંખોની સામે તડપતી મરતી દેખી, પરિજનોએ ખોલી પોલ, 30 મિનિટ નહીં બે કલાક બંધ રહ્યો હતો ઓક્સીજન

  આ પણ વાંચોઃ-રાજકોટઃ સિવિલમાં પૈસા લઈને દાખલ કરાવનારા લાલચું યુવકો ઝડપાયા, રૂ. 9000ની લાંચ માંગવામાં આવતી

  મહિલાએ બૂમાબૂમ કરતાં મંદિરના પૂજારી સહિત અન્ય દર્શનાર્થીઓ દોડી આવ્યા હતા. પણ અજાણ્યા ચોર બારડોલી તરફ ભાગી છૂટ્યા હતા. ચેન સ્નેચર્સ રૂ. 50 હજારની કિમતનું બે તોલાનું સોનાનું મંગલસૂત્ર ચોરીને નાસી છૂટ્યા હતા. આ અંગે દક્ષાબેને બારડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

  આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

  બારડોલીમાં છાશવારે ચીલઝડપ અને ચોરીની ઘટના બનતી હોય છે. બારડોલીમાં લોકોની સુરક્ષા માટે નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા છે. પરંતુ પાલિકાની બેદરકારીને કારણે કૅમેરાની ક્વાલિટી તો ખરાબ છે જ પરંતુ હાલમાં સ્ટેશન વિસ્તારના એક પણ કૅમેરા ચાલતા ન હોય પોલીસ માટે પણ ગુના ઉકેલવા મુશ્કેલ બન્યા છે.  બારડોલી પોલીસ સ્ટેશનના પીઆઇ પટેલે જણાવ્યુ હતું કે, કૅમેરા ચાલતા ન હોવાથી પાલિકામાં અનેક વખત લેખિતમાં જાણ કરી છે પરંતુ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી ચોરી અને ચીલઝડપ જેવા ગુનાઓ ઉકેલવામાં મુશ્કેલી પડી રહી છે.
  Published by:ankit patel
  First published:April 22, 2021, 21:30 pm

  ટૉપ ન્યૂઝ