કિસાન ટ્રેક્ટરના માલિકની પત્નીએ ખેંચની બીમારીથી કંટાળીને આપઘાત કરી લીધો?

News18 Gujarati
Updated: November 11, 2019, 3:42 PM IST
કિસાન ટ્રેક્ટરના માલિકની પત્નીએ ખેંચની બીમારીથી કંટાળીને આપઘાત કરી લીધો?
રૂચિતાની પરિવાર સાથેની ફાઇલ તસવીર

બારડોલીમાં 42 વર્ષની પરિણીતાએ રવિવારે સવારે તેના ઘર પાસે આવેલા પાટીદાર કોમ્પલેક્ષમાં પાંચમા માળ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : બારડોલીમાં 42 વર્ષની પરિણીતાએ રવિવારે સવારે તેના ઘર પાસે આવેલા પાટીદાર કોમ્પલેક્ષમાં પાંચમા માળ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. પ્રખ્યાત કિસાન ટ્રેક્ટરના (Kisan Tractor owner) માલિક સચિન અગ્રવાલનાં (sachin Agrawal) જણાવ્યાં પ્રમાણે તેમની પત્ની (wife) રુચિતા અગ્રવાલ છેલ્લા 17 વર્ષથી ખેંચની બીમારીથી પીડાતા હતા. છેલ્લા છ મહિનાથી તેમની ડિપ્રેશનની સારવાર પણ ચાલુ હતી. બીજી બાજુ મૃતકનાં પિતા અને પિયર પક્ષનાં મોત અંગે શંકા વ્યક્ત કરીને સાસરિયા પર અનેક આક્ષેપો પણ કર્યા હતાં. આ અંગે હાલ બારડોલી પોલીસે અકસ્માતે ગુનો દાખલ કરીને મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આ કેસમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બારડોલી નગરનાં અસ્તાન રોડ પર આવેલ વિઠ્ઠલ બંગલોમાં રહેતા તથા મૂળ સોનગઢના સચિનભાઈ જયંતિભાઈ અગ્રવાલના લગ્ન વર્ષ 2006માં થયા હતા. સુરતનાં રુચિતા બેન સાથેનાં લગ્ન ગાળા દરમિયાન તેમને બે સંતાન છે. રુચિતાબેન સચિનભાઈ અગ્રવાલ તા. 10 નવેમ્બરનાં રવિવારના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં પોતાના ઘરની બાજુમાં આવેલા પાટીદાર ભવનના પાંચમા માળેથી કૂદ્યા હતા. જેના કારણે નીચે પટકાતા ગંભીર ઇજાઓ થઇ હતી. જે બાદ પરિવાર તેમને સારવાર માટે બારડોલી સરદાર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે રુચિતાબેન અગ્રવાલને મૃત જાહેર કર્યા હતાં.

આ પણ વાંચો : અરવલ્લી : લૂંટારૂ ગેંગે બસ રોકીને ચલાવી બે લાખ રૂ.ની લૂંટ, 3 મુસાફરો ઘાયલ

પરિવારની પૂછપરછ કરતા પતિએ પોલીસને જણાવ્યું હતું કે, 'પત્નીને છેલ્લા 17 વર્ષથી ખેંચની બીમારી છે. ઉપરાંત છેલ્લા છ મહિનાથી તેની ડિપ્રેશનની બીમારીની સારવાર ચાલતી હતી. જેના કારણે પત્ની ઘણી જ ચિંતામાં રહેતી હતી. આ બીમારીઓથી કંટાળીને જ તેણે આવું પગલું ભર્યું છે.' જ્યારે બીજી બાજુ પિયર પક્ષનાં પરિવારે સાસરિયા પર અનેક આક્ષેપ કર્યા હતાં. મૃતકનાં મોત અંગે પણ શંકા દર્શાવી હતી. હાલ બારડોલી પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહ્યાં છે.
First published: November 11, 2019, 3:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading