coronavirus : કોરોનાના કારણે બારડોલી સ્મશાનગૃહમાં મૃતકોના અસ્થિઓ પણ થયા 'લૉક઼ડાઉન'

coronavirus : કોરોનાના કારણે બારડોલી સ્મશાનગૃહમાં મૃતકોના અસ્થિઓ પણ થયા 'લૉક઼ડાઉન'
એક મહિનાના સમયથી સ્મશાનભૂમિમાં 125 થી વધુ અસ્તિ ક્યારે લોકડાઉન ખુલે અને પવિત્ર ગંગા નદીમાં વિસર્જિત થાય તેની રાહ જોઈ રહી છે

એક મહિનાના સમયથી સ્મશાનભૂમિમાં 125 થી વધુ અસ્તિ ક્યારે લોકડાઉન ખુલે અને પવિત્ર ગંગા નદીમાં વિસર્જિત થાય તેની રાહ જોઈ રહી છે

  • Share this:
    કેતન પટેલ, બારડોલી : બારડોલીના સ્મશાનભૂમિ માં અંતિમ સંસ્કાર બાદ અસ્તિ વિસર્જન કરવા મા ટે પવિત્ર ગંગા નદી હરિદ્વાર ખાતે મોકલવામાં આવે છે , હાલ લોકડાઉન ચાલી રહ્યું છે અને એક મહિનાથી વધુ સમય લોક ડાઉનને થવા આવ્યો છે ત્યારે તેની અસર માનવ જીવનની સાથે સાથે દેવલોક પામેલા લોકોની અસ્તિના વિસર્જન પર પણ જોવા મળી છે, એક મહિનાના સમયથી સ્મશાનભૂમિમાં 125 થી વધુ અસ્તિ ક્યારે લોકડાઉન ખુલે અને પવિત્ર ગંગા નદીમાં વિસર્જિત થાય તેની રાહ જોઈ રહી છે.


    બારડોલીમાં એરપોર્ટ જેવા માહોલ સાથે બે પ્લેન મૂકી તૈયાર કરવામાં આવેલું અંતિમ ઉડાન મોક્ષધામ એરપોર્ટ આમતો ભારત ભરમાં વિખ્યાત છે અને બારડોલી જેવા એન.આર.આઈ પ્રદેશમાં આવેલું હોવાથી અનેક સુવિધાઓથી સજ્જ પણ છે .બારડોલીના સ્મશાનમાં 33 દિવસના લોકડાઉનના સમયમાં લોકડાઉન થયેલા 125 થી વસ્તી અસ્થિકુંભ પવિત્ર ગંગા નદીમાં વિસર્જન થવાની રાહ જોઈ રહ્યા છે




    સરેરાશ બારડોલીના સ્મશાનમાં દરરોજ 3 થી 4 જેટલા દેવલોક પામેલા લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને લોકડાઉનની શરૂઆતથી તમામ દેવલોક પામેલા વ્યક્તિઓના અસ્તિકુંભ બારડોલીના સ્મશાનગૃહમાંજ લોક થવા પામ્યા છે


    આમ તો બારડોલીના સ્મશાન ગૃહના સંચાલક દ્વારા અસ્તિ વિસર્જન માટે સુંદર સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે અઠવાડિયા દરમિયાન એકત્ર થયેલી તમામ અસ્તિ વિસર્જન કરવા મોકલી દેવાય છે અને અસ્થિ વિસર્જન થતા જ દેવલોક થયેલા સ્વજનના પરિવારને ટેલિફોનિક જાણ પણ કરવામાં આવે છે ત્યારે હાલ સ્મશાનમાં વિસર્જનથી વંચિત એકત્ર થયેલા અસ્થિકુંભ માટે સ્મશાનના સંચાલકોએ પણ ચિંતા વ્યક્ત કરી હતી
    Published by:News18 Gujarati
    First published:April 26, 2020, 10:57 am

    ટૉપ ન્યૂઝ