Home /News /south-gujarat /

સુરતઃ સૈયદપુરામાં યુવાન બિલ્ડર આપઘાત કોશિશ કેસમાં માથાભારે બાપ્ટીની ધરપકડ, રૂ. 45 લાખની માંગી હતી ખંડણી

સુરતઃ સૈયદપુરામાં યુવાન બિલ્ડર આપઘાત કોશિશ કેસમાં માથાભારે બાપ્ટીની ધરપકડ, રૂ. 45 લાખની માંગી હતી ખંડણી

માથાભારે આસિફ બાપ્ટીની તસવીર

બાપ્ટી દાદાના છોકરા આસીફ બાપ્ટી અને અનસ સફી રંગરેજ ઉર્ફે અનસ મીંડીઍ 30થી 40 ખોટા પત્રકારોને ઉભા કરી તેમના બાંધકામ વિરુદ્ધ ફરિયાદો કરાવી રૂ.45 લાખની માંગણી કરી હતી.

સુરતઃ શહેરના સૈયદપુરામાં (Syedpura) ઓફિસ ધરાવતા રાણીતળાવના બિલ્ડરને (Builder) ત્રણ માથાભારે તત્વો દ્વારા તેમના છ માળની બિલ્ડિંગનું બાધકામ ગેરકાયદે હોવાનું કહી પાલિકામાં અરજી કરી તોડાવી પાડવાની ધમકી આપી રૂપિયા 45 લાખની માંગણી કરી ત્રાસ આપતા આખરે કંટાળીને બિલ્ડરે ઓફિસમાં આપઘાતનો (suicide attempt) પ્રપ્રયાસ કર્યો હતો. આ કેસમાં પોલીસે ત્રણ પૈકી ઍક આરોપીની (Accused) ધરપકડ કરી છે.

યુવાન બિલ્ડરે 2018માં બિલ્ડિંગનું બાંધકામ શરૂ કર્યું હતું
મળતી માહિતી પ્રમાણે સુરતના રાણીતળાવ ખાટકીવાડ મોહમંદ મુસ્તુફા પેલેસમાં ખાતે રહેતા યુવાન બિલ્ડર મોહંમદ આરીફ સાબીર કુરેશીઍ વર્ષ 2018માં મહાનગરપાલિકામાંથી મંજુરી મેળવી સૈયદપુરા તુરાવા મહોલ્લામાં છ માળની બિલ્ડિંગનું બાંધકામ શરુ કયું હતું.

30થી 40 ખોટા પત્રકારો ઊભા કરી કરાવી ફરિયાદો
જાકે, સૈયદપુરા પંપીંગ સ્ટેશન પાસે મનહર કોમ્પ્લેક્ષમાં રહેતા સૈયદ સજાઉદ્દીન ઉર્ફે સજજુબાપુ, ગોપીપુરા લાકડાની વખારમાં રહેતા બાપ્ટી દાદાના છોકરા આસીફ બાપ્ટી અને નાનપુરા ખંડેરાવપુરામાં રહેતા અનસ સફી રંગરેજ ઉર્ફે અનસ મીંડીઍ 30થી 40 ખોટા પત્રકારોને ઊભા કરી તેમના બાંધકામ વિરુદ્ધ ફરિયાદો કરાવી રૂ.45 લાખની માંગણી કરી હતી.

આ પણ વાંચોઃ-ચાર વર્ષથી એક જ સર્ટિફિકેટ ઉપર બે લોકો કરી રહ્યા હતા શિક્ષકની નોકરી, આવી રીતે ફૂટ્યો ભાંડો

આ પણ વાંચોઃ-Navratri 2020: આજથી નવરાત્રી શરૂ, નવ દિવસના આ નવ મંત્રો, જેના જાપથી માતાજીની થશે અસીમકૃપા

પૈસા નહીં આપે તો જાનથી મારી નાંખવાની આપી ધમકી
આરીફભાઇઍ તેમને પૈસા નહીં આપતા તેઓ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા. આથી ગત બુધવારે રાત્રે આરીફભાઇઍ ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ લખી તેમાં ત્રણેયના ત્રાસ અંગે તેમજ પોતે નાણાકીય તકલીફમાં ફસાયો હોવાનું જણાવ્યું હતું અને પોતાની સૈયદપુરા જે.કે.કોર્નરમાં પહેલા માળે આવેલી ઓફિસમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ-રાજકોટઃ ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુખ્યાત ભૂપત ભરવાડની ધરપકડ, 'શું પોલીસ મિત્ર' તરીકે ઓળખાય છે?

પોલીસે સૂસાઈડ નોટના આધારે ત્રણ માથાભારે તત્વો સામે નોંધ્યો ગુનો
આરીફભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.  બનાવ અંગે લાલગેટ પોલીસને જાણ થતા પોલીસે સૂસાઇડ નોટ કબ્જે કરી તેના આધારે ત્રણ માથાભારે તત્ત્વો અને અન્યો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.બાપ્ટી દાદાના છોકરા આસીફની ધરપકડ
પોલીસે ગતરોજ તે પૈકી બાપ્ટી દાદાના છોકરો આસીફ ઉર્ફે બાપ્ટી બાબુદ્દિન શેખ ( ઉ.વ.41, રહે. ફલેટ નં.104, હકીમ મુલ્લેરી ઍપાર્ટમેન્ટ, રત્નસાગર સ્કુલની સામે, કાજીનું મેદાન, ગોપીપુરા, સુરત. મુળ રહે. ચંગરમકુલમ, જી.મલમપુરમ, કેરલ )ની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે બિલ્ડરોને ધમકાવીને પૈસા પડાવવાની ઘટનાઓ સુરતમાં છાસવારે બનતી રહે છે.
Published by:ankit patel
First published:

Tags: આત્મહત્યા, ખંડણી, ગુજરાત, પોલીસ ફરિયાદ, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन