સુરત : શહેરમાં આપઘાતનો સીલસીલો યથાવત છે. શહેરમાં આજે પાલનપુર પાટિયાની એક સોસાયટીમાં કેનેરા બેંકના મેનેજર તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિનો પોતાના ઘરના ધાબા પર ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. વહેલી સવારે મકાનની છત પરથી લટકતો મૃતદેહ મળ્યો હતો. એકના એક દીકરાએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો છે.
સુરતમાં સતત આપઘાતની ઘટના સામે આવી રહી છે, ત્યારે વધુ એક આપઘાતની ઘટના સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે, સુરતના પાલનપુર પાટિયા ખાતે રહેતા પાર્થ જનકભાઈ મોદીએ આજે પોતાના ઘરમાં પોતાની રૂમની છત સાથે હુકમાં દોરી વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરેલી હાલમાં મળી આવતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.
આ પણ વાંચો -
સુરત : 'હું ઘરે નહીં આવું, હું મરવાનો છું, દીકરાને સાચવજે', પત્નીને અંતિમ ફોન કરી યુવાનનો આપઘાત
જોકે પરિવારે તાત્કાલિક બનાવની જાણકારી પોલીસને આપી હતી. પોલીસે તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી આવીને તપાસ શરૂ કરી હતી. આપઘાત કરનાર યુવાન પાર્થ મોદીએ આપઘાત પહેલા એક સુસાઇટ નોટ પણ લખી હતી. અંગ્રેજી અને ગુજરાતીમાં લખેલી સુસાઇડ નોટ પોલીસને મળી આવી છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો -
સુરત : 'મમ્મા ઘર કે નીચે રહેતે અંકલને મેરે સાથ ગંદા કીયા', ગુમ થયેલું બાળક લોહીલુહાણ હાલતમાં મળ્યું
તમને જણાવી દઈએ કે, મરનાર પાર્થ તેના માતા-પિતા અને બહેન સાથે રહેતો હતો. પરિવારનો એકનો દીકરો હતો. પરિવારમાં ભારે લાડકો દીકરો હતો. વહેલી સવારે 4 વાગે પરિવારને ધાબા પરથી લટકતી હાલતમાં મળી આવેલા પાર્થના મૃતદેહને જોઈ પરિવારના પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી.
આ પણ વાંચો - સુરતમાં કમકમાટી ભરી ઘટના: ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં માથું આવી જતા મહિલાનું કરૂણ મોત - Video
ઉલ્લેખનીય છે કે, શહેરમાં લોકડાઉન બાદ વેપાર ધંધામાં મંદીના કારણે ઘણા આપઘાતો થઈ રહ્યાનું સામે આવ્યું છે. પારિવારિક પ્રશ્નોને લઈને પણ યુવકો દ્વારા આપઘાત કરાતા હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસથી કંટાળીને આપઘાત કર્યા હોવાના ચાર કરતાં વધુ કેસ સામે આવી ગયા છે. દુર્લભ પટેલ અને પીએસઆઈ અમિતા જોષી આપઘાત કેસ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે પોલીસે આ કેસમાં સુસાઇડ નોટ કબજે કરી સુસાઇડ નોટના આધારે વધુ તપાસ શરૂ કરી છે.