ખેડૂતો આનંદોઃ આ વર્ષથી પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં કેળાના પાકનો સમાવેશ

News18 Gujarati
Updated: July 5, 2019, 4:16 PM IST
ખેડૂતો આનંદોઃ આ વર્ષથી પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં  કેળાના પાકનો સમાવેશ
કેળાના પાકની તસવીર

આ વર્ષે કેળાના પાકને પણ આ યોજના અંતર્ગત આવલી લેવામાં આવ્યો છે. જેના કારણે કેળાના ખેડૂતો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કેળાની ખેતી થાય છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી પાક વીમા યોજના લાગુ કરવામાં આવી છે. જેમાં વિવિધ પ્રકારના પાકનો આવરી લેવામાં આવ્યા છે. આ વર્ષે કેળાના પાકને પણ આ યોજના અંતર્ગત આવલી લેવામાં આવ્યો છે. જેના કારણે કેળાના ખેડૂતો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કેળાની ખેતી થાય છે.

મળતી માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ વાવેતર ન કરવું/રોપણી ન થવી, ઉભા પાકમાં નુકશાન(વાવણીથી કાપણી સુધી), કાપણી પછીનું નુકશાન, સ્થાનિક આપત્તિઓથી થતા પાક નુકશાનના જોખમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત 2019-20ના વર્ષ દરમિયાન ખરીફ સીઝનના પાકો માટે પાક વીમાની અરજી કરવા માંગતા હોય તો ખેડૂતમિત્રોએ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી, પાક વીમા દરખાસ્ત પત્રકની પ્રિન્ટ આઉટ લઈ સબંધિત બેંકમાં સમયમર્યાદામાં રજુ કરીને ત્યાંથી રસીદ મેળવવાની રહેશે.

ચાલુ વર્ષે ખરીફ પાક વીમા દરખાસ્ત પત્રક ભરવાની છેલ્લી તા.15/7/2019 છે. જયારે કેળ પાક માટે તા.31/8/2019 છે. સુરત જિલ્લામાં ફસલ બીમા યોજના હેઠળ જે તે તાલુકાઓમાં નોટીફાઈડ થયેલા પાકો માટે અરજી કરી શકાશે. વધુમાં આ વર્ષે સૌપ્રથમ વખત કામરેજ અને પલસાણા તાલુકામાં થતા કેળ પાકનો પણ આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી કેળ પકવતા ખેડુતોએ પણ અરજી કરી શકશે.

આ પણ વાંચોઃ-ઋષિકેશ નદીમાં ડૂબેલા સુરતના વધુ એક યુવકનો મૃતદેહ મળ્યો

પાક ધિરાણ મેળવતા તેમજ બિનધિરાણી ખેડુતો પણ આ યોજનામાં પાક વીમા માટે અરજી કરી શકશે. ખરીફ સીઝનના પાકો(ધાન્ય, કઠોળ અને તેલીબિયા પાકો)ના પાક વીમા માટેના પ્રિમિયમના દર 2.0 ટકા છે. જયારે વાણિજિયક/વાર્ષિક બાગાયતી પાકો(કપાસ અને કેળ) માટે પાક વીમા માટેની પ્રિમિયમના દર 5.0 ટકા છે. જે ધ્યાને લઈ વધુમાં વધુ ખેડુતો આ યોજનાનો લાભ લેવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
First published: July 5, 2019, 4:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading