Home /News /south-gujarat /

કામરેજ તાલુકામાં કેળના પાકમાં પનામા વીલ્ટનો રોગ લાગ્યો; ખેડૂતો અહીં સંપર્ક કરે

કામરેજ તાલુકામાં કેળના પાકમાં પનામા વીલ્ટનો રોગ લાગ્યો; ખેડૂતો અહીં સંપર્ક કરે

કેળાના પાકની તસવીર

આ રોગ દુનિયાના ઘણા બધા દેશોમાં જોવા મળે છે તેમજ ધણુ આર્થિક નુકશાન કરતો હોય છે

    સુરત: સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં કેળનો પાક બહોળા પ્રમાણમાં થાય છે. છેલ્લા ઘણા વર્ષોથી કામરેજ તાલુકામાં ગામોમાં કેળના પાકમાં સુકારાના પ્રશ્નો જોવા મળે છે તેમજ આ રોગને કારણે ખેડુતોને આર્થિક નુકશાન થાય છે.

    આ રોગની તીવ્રતા જોતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (સુરત)ના વૈજ્ઞાનિક ડૉ.એસ.કે.ચાવડા, નવસારી કૃષિ યુનિવર્સિટીના રોગશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક ડૉ.કે.બી.રાખોલીયા, ગણદેવી સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક બી.એમ.નાયક તેમજ બાગાયત નિયામક ડી.કે.પડાલીયાએ અવાર-નવાર રોગગ્રસ્ત ખેતરોની મુલાકાત લઈ રોગના ચોક્કસ નિદાન માટે સેમ્પલો લઈ યુનિ.ના રોગશાસ્ત્ર વિભાગમાં પરિક્ષણ કરતા ફયુસેરિયમ નામની ફુગથી થતો સુકારો હોવાનું માલુમ પડયું છે.

    આ રોગની તીવ્રતા જોતા ફયુસેરિયમન નામની ફુગની ચોક્કસ કઈ પ્રજાતિ છે તે જાણવી ખુબ જ આવશ્યક હોય નેશનલ રીસર્ચ સેન્ટર ફોર બનાના, તિરુચિરાપલ્લી, તમિલનાડુના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ.થાંગાવેલુનો સંપર્ક કરતા તેમણે આ ખેતરોની કામરેજ કેળા મંડળીના પ્રમુખ છીતુભાઈ સાથે રહી રોગગ્રસ્ત ખેતરોની મુલાકાત લઈ જરૂરી સેમ્પલો તેમના સેન્ટર ખાતે ચકાસતા આ રોગ પનામા વીલ્ટ (ફયુસેરિયમ ઓકિસસ્પોરમ એફ.સ્પી.કયુબેન્સ)ની ચાર પ્રજાતિમાંથી એક પ્રજાતિ નોંધાઈ છે.

    આ રોગ દુનિયાના ઘણા બધા દેશોમાં જોવા મળે છે તેમજ ધણુ આર્થિક નુકશાન કરતો હોય આ રોગનું સમયસર નિદાન તેમજ નિયંત્રણ માટે શું પગલા લઈ શકાય તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતનો સંપર્ક સાધવાની વિગતો મળી રહેશે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Kamrej, Science, કેળા, ખેડૂતો, સુરત

    આગામી સમાચાર