Home /News /south-gujarat /ઉતરાયણ! સવારે 6થી 8 અને સાંજે 5થી 7 પતંગ ચગાવવા પર પ્રતિબંધ

ઉતરાયણ! સવારે 6થી 8 અને સાંજે 5થી 7 પતંગ ચગાવવા પર પ્રતિબંધ

આ સમય દરમ્યાન પતંગ ઉડાવવામાં આવે તો દોરથી પક્ષીઓ ઘાયલ થઇ ને મૃત્યુ પામે...

આ સમય દરમ્યાન પતંગ ઉડાવવામાં આવે તો દોરથી પક્ષીઓ ઘાયલ થઇ ને મૃત્યુ પામે...

    સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ પતંગ ઉડાડવામાં વપરાતી દોરી અંગે જાહેરનામુ બહા પાડ્યુ છે જેમા જણાવાયુ છે કે ચાઈનીજ માંજો, સિન્થેટીક, નાઈલોન કે કાચ વર્ધક દોરીથી પતંગ ચગાવવા પર પ્રતિબંધ મુકાયો છે. તો બીજી તરફ જાહેરનામામાં પતંગ ચગાવવાના અમુક સમય પર પણ પ્રતિબંધ મુક્યો છે જેમા સવારે 6થી8 અને સાંજે 5થી7 દરમિયાન પતંગો ચગાવવા પર પ્રતિબંધ મુક્યો છે.. પતંગના દોરાથી પક્ષી અને જાનમાલના નુકસાનનો હવાલો આપી સવારે અને સાંજે બે કલાક માટે પતંગ ચગાવવા પર પ્રતિબંધ મુકવાનુ જણાવાયુ છે. જો કે આ સમય પતંગરસિયાઓ માટે પીકઅવર સમાન હોવાથી જાહેરનામાનો કેટલો અમલ થશે તે તો જોવુ જ રહ્યુ.

    ઉતરાયણનાં તહેવાર દરમ્યાન પતંગના દોરાથી પક્ષી અને જાનમાલને નુકશાન પહોચવાના બનાવોને ધ્યાને લઇ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેમાં કાચના માંજાવાળી દોરી, સિન્થેટીક દોરી કે નાયલોનની દોરીથી પતંગ ચગાવવાનાં પ્રતિબંધ સાથે શહેરીજનોએ સવારે 6થી 8 અને સાંજે 5થી 7 કલાક દરમિયાન પતંગ ચગાવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

    સુરતમાં પોલીસ કમિશનર સતીશ શર્માએ પતંગ ઉડાવવા માટે ઉપયોગમાં લેવાતી દોરી અને પતંગ ચાગાવાના સમય અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામાં ચાઇનીઝ માંજો, સિન્થેટીક, નાઈલોન કે કાચ વર્ધક દોરીથી પતંગ ચગાવવા પર પ્રતિબંધ મુકાયો છે.જોકે દોરી સંદર્ભે જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું એ તો યોગ્ય છે પરંતુ આ જાહેરનામાં પતંગ ચગાવાનાં સમયનો ઉલ્લેખ કરી એક વિવાદ ઉભો કરાયો છે. પતંગના દોરાથી પક્ષી અને જાનમાલને નુકશાનનો હવાલો આપી સવારે ૬ થી ૮ અને સાંજે ૫ થી ૭ વાગ્યા દરમ્યાન પતંગ ચગાવા પર પણ પ્રતિબંધ લદાયો છે. આ સમય દરમ્યાન વધુ સંખ્યામાં પક્ષીઓ ઉડતા હોવાથી આ સમય દરમ્યાન પતંગ ઉડાવવામાં આવે તો દોરથી પક્ષીઓ ઘાયલ થઇ ને મૃત્યુ પામે એમ હોવાથી આ પ્રતિબંધ જરૂરી હોવાની દલીલ કરાઈ છે.જોકે આ સમય પતંગ રસિયાઓ માટે પીકઅવર સમાન છે એવા સંજોગોમાં પક્ષીઓનો હવાલો આપી પ્રતિબંધ મૂકવાની વાત વિવાદિત છે જોકે પોલીસ નું જાહેરનામું માત્ર કાગળ ઉપરની કાર્યવાહી સમાન સાબિત થાય તો નવાઈ નહિ.કારણકે ગંભીરતાથી જો તેં પાલન કરવામાં આવે તો પોલીસે લાખો લોકોની ધરપકડ કરવી પડે અને સુરતનાં પોલીસ મથકની જગ્યા પણ ઓછી પડે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Kite, Makar sankranti, Uttrayan, પોલીસ`, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन