સુરત : 'તું હજુ શું કામ જીવે છે, આપઘાત કરી લે,' આયેશા જેવો પતિના ત્રાસનો કિસ્સો

સુરત : 'તું હજુ શું કામ જીવે છે, આપઘાત કરી લે,' આયેશા જેવો પતિના ત્રાસનો કિસ્સો
સુરતની શબમન અમદાવાદની આયેશા જેવી યાતનાઓમાંથી થઈ રહી છે પસાર

અમદાવાદની આયેશાના આપઘાત પાછળ જેવું કારણ હતું એવી જ ઘટના સુરતમાં સામે આવી. શબનમને તરછોડી પતિએ બીજા લગ્ન કરી લીધા!

  • Share this:
તાજેતરમાં અમદાવાદની આયેશા એ પતિના ત્રાસને લઈને આપઘાત (Ayesha Suicide case) કરી લીધો છે. જોકે પતિએ આપઘાત કરતા પહેલા આયેશાને વીડિયો મોકલવાનો કહ્યો હતો અને આયેશાએ હકિતતમાં વીડિયો મોકલી અને રીવરફ્રન્ટ પરથી કૂદી અને જિંદગી ટૂંકાવી લીધી. જોકે આ મામલો હજુતો શાંત નથી થયો ત્યારે અમદાવાદની આયેશાની જેમાં સુરમાં શબનમ નામની પરણિત મહિલાને તેનો પતિ તરછોડી ને બીજા લગ્ન કરી લઇને આ પરિણીતાને આપઘાત કરવાનું કહે છે. ત્યારે ન્યાય માટે આ પરિણીતા પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહી છે.

ગુજરાતના અમદાવાદમાં આયેશા નામની પરિણીતાને પતિ દહેજ માટે ત્રાસ આપતો હતો. જોકે પોતાના પતિને પ્રેમ કરવા છતાં પતિ પરિણીતાનેઆપઘાત કરી લેવાનું કહેતો હતો અને આપઘાત પહેલા પોતાનો વીડિયો મોકલવા માટે કહ્યું હતું. જોકે આ પરિણીતાએ એક વીડિયો બનાવી અમદાવાદની સાબરમતીમાં નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો.આ પણ વાંચો :   આયેશા આપઘાત કેસ : પતિ આરિફને લખેલો પત્ર સામે આવ્યો, 'જીતે જી તો તલાક નહીં દુંગી, સો સોચા મર હીં જાતે હેં'

આ વીડિયો વાયરલ થયા બાદ આ મામલે આ પરિણીતાને ન્યાય માટે અનેક લોકો સમા આવ્યા હતા. જોકે આ મામલો તાજેતરમાં ચાલી રહ્યો છે ત્યારે અમાવાદની આયેશાની જેમાં સુરતની શબાનાને પણ તેનો પતિ માનસિક ત્રાસ આપવા સાથે તરછોડી દીધી છે. જોકે સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતી નાગોરીવાડમાં રહેતી એક પરિણીતા પર પોતાના પતિ દ્વારા ત્રાસ આપતો હોવાનનું સામે આવ્યુ છે.

શબમનની વ્યથા હચમચાવી નાખે એવી છે.


આ પણ વાંચો :     સુરત : SMCની લાલિયાવાડીના લીધે વરાછાના યુવકનું અકસ્માતમાં મોત, ઘટના CCTVમાં કેદ

સુરતની આ યુવતીએ કહ્યું હતું 'હું આયેશા જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહી છું જોકે આ યુવતીના પતિએ રઝળતી મૂકીને અન્ય યુવતી સાથે મેરેજ કરી લીધા હતા અને બીજી પત્ની લઈને ઘરે આવ્યો હતો. ત્યારે શબનમના પતિએ કહ્યું હતું કે 'તું કેમ હજુ જીવે છે આપઘાત કરી લે'  ત્યારે યુવતી ન્યાય મેળવવા માટે લાલગેટ પોલીસ અને કમિશ્નર ના દરવાજા ખખડાવીને ન્યાયની માંગ સાથે   4 વર્ષની દીકરી અને પતિ સાથે જીવવું છે પણ પતિ તેને આપઘાત કરી લેવાની શીખ આપી રહ્યો છે.

આ પણ વાંચો :  સુરત : પિતાની નજર સામે દીકરાની હત્યા! યુવકને માથે તલવારના ઘા માર્યા, હાથ-પગમાં હથોડાના ઘાં ઝીંક્યા

આ પરિણાતા ન્યાય માટે વલખા મારી રહી છે અને જો ન્યાં નહિ મળે તો તેની સ્થિતિ પણ આયેશા જેવી થશે. જેમાં આખરે આપઘાત કરવાની વારો આવશેય ત્યારે આ પરિણીતાની મદદ માટે સમાજ સેવી સંસ્થા સાથે પોલીસ આગળ આવે નહી તો અમદાવાદ બાદ સુરતમાં પણ આયેશા જેવી ઘટના ઘટતા રાહ નહીં લાગે
Published by:Jay Mishra
First published:March 07, 2021, 17:32 pm

ટૉપ ન્યૂઝ