સુરતની 'આયેશા' પુલ પરથી તાપી નદીમાં છલાંગ લગાવે તે પહેલા લોકોએ બચાવી લીધી

સુરતની 'આયેશા' પુલ પરથી તાપી નદીમાં છલાંગ લગાવે તે પહેલા લોકોએ બચાવી લીધી
સુરતની યુવતીને લોકોએ બચાવી લીધી.

Surat woman: મહિલાની પૂછપરછમાં એવી વિગત સામે આવી છે કે તેનો પતિ તેને લાંબા સમયથી ત્રાસ આપીને માર મારતો હતો.

  • Share this:
સુરત: અમદાવાદના 'આયેશા' આપઘાત કેસ (Ayesha Suicice case)ની આખા દેશમાં ચર્ચા થઈ રહી છે. તમામ લોકો આયેશાના ન્યાય (Justice for Ayesha) અપાવવાની અને આરોપી પતિને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે. સુરત શહેરમાં પણ આજે 'આયેશા' જેવો બનાવ બનતાં બનતાં અટકી ગયો હતો. સદનસિબે આ કેસમાં લોકોની ધ્યાન પડી જતાં યુવતીને બચાવી લીધી હતી. પોતાના પતિના સતત ત્રાસ બાદ યુવતી આપઘાત (Suicide) કરવા માટે ચોકબજાર હોપ પુલ ખાતે આપઘાત માટે પહોંચી હતી. સ્થાનિક લોકોની નજર પડી જતાં યુવતી પુલ પરથી ઝંપલાવે તે પહેલા જ બચાવી લીધી હતી. આ મામલે લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પતિ સાથેના વિવાદમાં તાજેતરમાં અમદાવાદની આયેશા નામની યુવતીએ વીડિયો બનાવી આપઘાત કરી લીધો હતો. હાલ આ મામલો ચર્ચામાં છે ત્યારે જ સુરતમાં એક મહિલા પતિના ત્રાસને લઈને તાપી નદીમાં આપઘત કરવા માટે પહોંચી ગઈ હતી. જોકે, પરિણીતા તાપી નદીમાં છલાંગ મારે તે પહેલા સ્થાનિક લોકોએ તેણીને બચાવી લીધી હતી.



આ પણ વાંચો: વડોદરાનો હૃદયદ્રાવક બનાવ: વિદાય વખતે જ કન્યા ઢળી પડી, હૉસ્પિટલમાં મોત

મળતી માહિતી પ્રમાણે સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલા હોપ પુલ પર એક મહિલા આપઘાત માટે પહોંચી હતી. મહિલા પુલ પર પહોંચીને રડી હતી. જે બાદમાં તેણી પુલ પરથી કૂદવાની તૈયારી જ કરી રહી હતી ત્યારે જ લોકોનું ધ્યાન તેના તરફ ગયું હતું. મહિલા નીચે કૂદે તે પહેલા જ લોકોએ દોડીને પહોંચી ગયા હતા અને તેણીને બચાવી લીધી હતી. આ દરમિયાન મહિલા સતત રડી રહી હતી.

આ પણ વાંચો: આયેશા આપઘાત કેસ: આરીફે પરિવાર સમૃદ્ધ હોવા છતાં દહેજ માટે ત્રાસ ગુજારી આયેશાને મરવા મજબૂર કરી

મહિલાની પૂછપરછમાં એવી વિગત સામે આવી છે કે મહિલાને તેનો પતિ છેલ્લા લાંબા સમયથી ત્રાસ આપીને માર મારતો હતો. મહિલાએ પોલીસને આ અંગે અનેક વખત ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી ન હોવાનું તેણી કંટાળી ગઈ હતી અને આપઘાત કરી લેવાનો વિચાર કર્યો હતો.

આ પણ વાંચો: પત્ની અને દીકરીને બચાવવા વ્યક્તિએ દીપડા સાથે બાથ ભીડી, ગળું દબાવી દીપડાને પતાવી દીધો 

પરી (નામ બદલ્યું છે) નામની મહિલાને લોકોએ બચાવીને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મહિલાને આપઘાત ન કરવા માટે સમજાવી હતી. જે બાદમાં પોલીસ પરીને સમજાવીને તેમની સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ કેસમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણાવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે દેશમાં મહિલાઓ પર અત્યાચારના દરરોજ અનેક બનાવો સામે આવે છે. અમદાવાદની આયેશાની જેમ સુરત પણ પતિના ત્રાસ બાદ જિંદગીની અંત લાવવા માટે ઘરેથી નીકળી પડી હતી પરંતુ સુરતના જાગૃતિ નાગરિકોએ પોતાની ફરજ બજાવતા પરીનો જીવ બચાવી લીધો હતો.
Published by:Vinod Zankhaliya
First published:March 04, 2021, 14:52 pm

ટૉપ ન્યૂઝ