સુરતઃ સુતેલી સગીર પુત્રીને ઉઠાવી રૂમમાં લઇ જઇ પિતાએ આચર્યું દુષ્કર્મ

News18 Gujarati
Updated: June 20, 2019, 7:34 PM IST
સુરતઃ સુતેલી સગીર પુત્રીને ઉઠાવી રૂમમાં લઇ જઇ પિતાએ આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

પત્નિ સહિત પરિવારજનોની હાજરીમાં મોડી રાત્રે સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરી કોસંબા પોલીસ મથકે સગા બાપ સામે બળાત્કારનો ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતઃ સુરતના કીમ નજીક પીપોદરા દાળમિલ નજીક હેવાન પિતાએ સંબધોની હદ પાર કરી પત્નિ સહિત પરિવારજનોની હાજરીમાં મોડી રાત્રે સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરી કોસંબા પોલીસ મથકે સગા બાપ સામે બળાત્કારનો ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ હતી.

મળતી માહિતી પ્રમાણે પીપોદરાના કોહીનુર નગર વિસ્તરામાં રહેતા એક પરિવારમાંથી સગીરા ઉપર દુષ્કર્મની ઘૃણાસ્પદ કિસ્સો બહાર આવ્યો છે. આ પરિવારમાં પાંચ ભાઇ બહેનો છે. પતિ પત્નીના પડખે સુતેલી સાવકી દિકરીને ઉપાડી હતી. જોકે, ગભરાઇ ગયેલી પીડિતાએ બાજુમાં સુતી નાની બહેનનો હાથ પકડ્યો હતો. ત્યારે નાની બહેન જાગી જતા શેતાન પિતાએ ચુપ રહેજે અને ધમકાવી હાથમાં લોખંડનો સળિયો લઇ જાનથી મારી નાખવાની ધમકી આપી મોઢું દબાવી ઉચકીને બાજુના રૂમમાં લઇ ગયો હતો. જ્યાં કામાંધ પિતાએ સંબંધોની તમામ હદો પાર કરી પોતાની પુત્રી ઉપર દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચોઃ-ઉમરપાડાને આદિવાસી ક્લસ્ટર તરીકે મળી મંજૂરી: રૂ 15 કરોડ મળશે

આવકા બાપની કરતુતથી હેબતાઇ જઇ માતાને બાપની હેવાનિયતની વાત નહીં કરી અને બીજા દિવસે નજીક રહેતી પોતાની માસીને જાણ કરતા જેના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. જોકે, પીડિતાએ મુળ વતનમાં પણ બેવાર હેવાન સાવકા પિતાએ ભોગવી હોવાનું કબુલાત ઇજ્જત જવાના વાંકે કોઇને વાન નહીં કરી નરાધમના તાબે થઇ જતી હતી. મંગળવારની ઘટના બાદ માસીએ કોસંબા પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરતા એક તબક્કે પોલીસ પણ ચોકી ગણ હતી. કોસંબા પોલીસે ફરિયાદ નોંધી હતી.
First published: June 20, 2019, 6:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading