સુરતઃ કતારગામમાં PI અને PSI પર કેરોસીન છાંટી સળગાવી દેવાનો પ્રયાસ

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: January 10, 2018, 11:33 AM IST
સુરતઃ કતારગામમાં PI અને PSI પર કેરોસીન છાંટી સળગાવી દેવાનો પ્રયાસ
આત્મવિલોપન કરવા આવેલા પરિવારે પીએસઆઈ અને પીઆઈ પર કેરોસીન છાંટી તેમને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

આત્મવિલોપન કરવા આવેલા પરિવારે પીએસઆઈ અને પીઆઈ પર કેરોસીન છાંટી તેમને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

  • Share this:
સુરતઃ કતારગામ પોલીસ સ્ટેશનમાં પોલીસ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીં આત્મવિલોપન કરવા આવેલા પરિવારે પીએસઆઈ અને પીઆઈ પર કેરોસીન છાંટી તેમને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

કતારગામ પોલીસ સ્ટેશન કેમ્પસમાં જ આ ઘટના બની હતી. આત્મવિલોપન કરવા માટે આવેલા એક પરિવારને પકડવા માટે પોલીસની ટીમ ગઈ હતી. જોકે, પરિવારે તેમના પર હુમલો કરી દીધો હતો. બનાવની વિગત એવી છે કે, સુરત જિલ્લાના માંગરોળની જમીન વિવાદમાં ન્યાય મેળવવા માટે લક્ઝરી બસ અને એમ્બ્રોઇડરી એસોસિએશન સાથે જોડાયેલો દિનેશ અણધણ છેલ્લા ઘણા સમયથી કતારગામ પોલીસ સામે ધરણા આપી રહ્યો હતો.

પરિવાર ધરણા પર હતો ત્યારે તેમણે આત્મવિલોપનની ચીમકી આપી હતી. કતારગામ પોલીસના પીઆઈ પુવાર અને પીએસઆઈ મહેરિયા તેમની ધરપકડ માટે પહોંચ્યા ત્યારે પરિવાર તેમના પર કેરોસીન છાંટી દીધું હતું અને માચીસ

લાવોની બૂમો લગાવી હતી. જોકે, પોલીસે તમામની ધરપકડ કરી પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો. પોલીસ તમામ સામે પોલીસ પર હુમલાનો પ્રયાસ અને સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published: January 10, 2018, 9:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading