Home /News /south-gujarat /

સુરતઃ પતિ સાથે સંબંધ રાખનાર વિધવા મહિલાને પત્નીએ ઈંટ મારી માથું ફોડી નાંખ્યું, પુત્રને પણ ઢોર માર માર્યો

સુરતઃ પતિ સાથે સંબંધ રાખનાર વિધવા મહિલાને પત્નીએ ઈંટ મારી માથું ફોડી નાંખ્યું, પુત્રને પણ ઢોર માર માર્યો

મહિલાની પ્રતિકાત્મક તસવીર

surat crime news: 35 વર્ષીય વિધવા મહિલાને જાહેરમાં કથિત પ્રેમીની પત્ની સહિત પરિવારના સભ્યોએઓ ઝઘડો કરી માથામાં ઈંટ મારી હતી. તેમજ તેને બચાવવા વચ્ચે પડેલા તેના પુત્રને પણ ઢોર મારમાર્યો હતો.

સુરત:  સુરતમાંમાં (surat city news) પ્રેમ સંબંધને લઈ તકરારનાં અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે કતારગામ દરવાજા (katargam darvaja) પાસે રહેતી 35 વર્ષીય વિધવા મહિલાને (Widowed woman) ગુરુવારે બપોરે જાહેરમાં કથિત પ્રેમીની પત્ની સહિત પરિવારના સભ્યોએઓ ઝઘડો કરી માથામાં ઈંટ મારી હતી. તેમજ તેને બચાવવા વચ્ચે પડેલા તેના પુત્રને પણ ઢોર  માર માર્યો હતો. બનાવ અંગે પોલીસે મહિલાની ફરિયાદ (woman complaint) લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

સુરતમાં એક વિધવા મહીલાને અન્ય યુવતીનાં પતિ સાથે પ્રેમસંબંધ રાખવાનું ભારે પડ્યું હતું. પ્રેમસંબંધ રાખનાર વિધવા મહીલાને પત્નીઓએ માથુ ફાડી નાંખ્યું હતી. જેને લઈને ચકચાર મચી જવા પામી હતી. ચોકબજાર પોલીસના જણાવ્યા મુજબ કતારગામ દરવાજા સાંઈબાબાના મંદિર સામે શિવનગર ઝુપડપટ્ટીમાં રહેતા દક્ષાબેન કમલેશભાઈ પરદેશી (ઉ.વ.૩૫) સમોસાઓનો વેપાર કરી પરિવારમાં બે છોકરા અને એક છોકરીનું ભરણપોષણ કરે છે. દક્ષાબેન છેલ્લા દસ વર્ષથી નિલેશ સદાફળે સાથે રિલેશનમાં રહે છે.

દરમિયાન ગઈકાલે બપોરે ઘરે હતા તે વખતે નિલેશભાઈ સદાફળેની પત્ની હિનાબેન, સોનલબેન, પ્રતિક અને રાહુલ ઘરે આવી નિલેશભાઈ પરણેલા છે તો પણ તમે કેમ એમની સાથે સંબંધ રાખો છો. તેમ કહેતા દક્ષાબેને નીલેશ સામેથી મને ફોન કરી વારંવાર મળવા માટે બોલાવે છે તેમ કહેતા હિનાબેન ઉશ્કેરાઈને ગાળાગાળી કરી ઝઘડો કરવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ મહિલા આજીજી કરતી રહી અને પૂર્વ પતિએ પત્ની ઉપર ચપ્પાના અસંખ્ય વાર કરી પતાવી દીધી

આ પણ વાંચોઃ-રાજકોટ : લુખ્ખા તત્વોનો આતંકનો live video, ચેતન ભરવાડ અને અબ્દુલે નાસ્તાની દુકાન ઉપર કરી મારામારી

અને ગાલના ભાગે બે તમાચા માર્યા હતા જયારે સોનલબેને નજીકમાં પડેલી ઈંટ માથાના ભાગે મારી લોહીલુહાણ કર્યા હતા. દક્ષાબેનને બચાવવા માટે તેનો 15 વર્ષનો પુત્ર  વચ્ચે પડતા પ્રતિક અને રાહુલે તેને ઢીકમુક્કીનો મારમાર્યો હતો.

આ પણ વાંચોઃ-"હું જાઉં છું.. મારાથી ઉંચી છોકરીને શોધજો", દહેજ માટે પતિ અને સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો આપઘાત

આ પણ વાંચોઃ-પતિ પત્ની ઔર વોઃ પત્નીને થયો પતિના મિત્ર સાથે પ્રેમ, પ્રેમીએ મિત્રની હત્યા કરી બેગમાં ભરી ફેંકી દીધો

નીલેશ સાથે સંબંધ રાખીશ તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જેથી સમગ્ર બનાવ અંગે દક્ષાબેનએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હિનાબેન, સોનલેબન, પ્રતિક અને રાહુલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

આ ઉપરાંત સુરતમાં અન્ય એક હુમલાનો બનાવ બન્યો હતો. સુરતના વરાછા એલ.એચ.રોડ વિસ્તારમાં રહેતા અને સાત મહિના પહેલા ભાવનગર ખાતે કોર્ટમાં ઓ પ્રેમ લગન્ કરનાર યુવક ઉપર ગઈકાલે સવારે પુણાગામ અર્ચના સ્કુલ પાસે પત્નીના કાકા અને ભાઈએ પ્રેમલગન્ની અદાવત રાખી લાકડાના ફટકાથી જીવલેણ હુમલો કર્યો હતો. બનાવ અંગે યુવક ની પત્નીએ હુમલો કરનાર તેના કાકા અને ભાઈ સામે પોલીસમાં ફરિયાઓદ નોધાવી હતી.
Published by:ankit patel
First published:

Tags: Inaugurate, ગુજરાત, ગુનો, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन