સુરત : પારિવારિક ઝઘડામાં બે યુવાનો પર હુમલો ફિલ્મી સ્ટાઇલમાં હુમલો, 5ની ધરપકડ

News18 Gujarati
Updated: November 7, 2019, 9:00 AM IST
સુરત : પારિવારિક ઝઘડામાં બે યુવાનો પર હુમલો ફિલ્મી સ્ટાઇલમાં હુમલો, 5ની ધરપકડ
પાંચ આરોપીની ધરપકડ

ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનો પર ફિલ્મી સ્ટાઇલમાં ઘાતક હથિયાર સાથે હુમલો કરવામાં આવ્યો હતો.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : અડાજણના માથાભારે ફાઇનાન્સર રાજન કાલી અને તેના ભાઈ પર ત્રણ દિવસ પહેલા રાત્રે રામનગર વૉક-વૅ નજીક પારિવારિક ઝઘડામાં પાંચથી છ લોકોએ ફિલ્મી સ્ટાઇલમાં હુમલો કર્યો હતો. આ દરમિયાન તેમની કાર અટકાવીને તોડફોડ કરવામાં આવી હતી. હુમલાખારોએ બંને ભાઈઓ પર લાકડી, છરા અને તલવારથી હુમલો કરી માથા, પેટ અને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ગુનામાં પોલીસે પાંચ ઇસમોની ધરપકડ કરી છે.

સુરતમાં કેટલાક વિસ્તારમાં માથાભારે છાપ ધરાવતા લોકોની દાદાગીરી વધી રહી છે, જેને લઈ મારામારી અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. થોડા દિવસ અગાઉ અડાજણ વિસ્તારમાં માથાભારે અને વ્યાજ વટાવના વ્યવસાય સાથે સંકળાયેલો રાજન તેના ભાઈ રોશન સાથે કારમાં જઈ રહ્યો હતો ત્યારે તેના પર અચાનક હુમલો થયો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત રાજન અને તેના ભાઇને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે બંનેની હાલત હજુ પણ ગંભીર હોવાનું માલુમ પડ્યું છે. આ મામલે પોલીસે કલમ 307 પ્રમાણે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પકડાયેલા આરોપીઓના નામ

1) જીતેશભાઇ જીનુભાઇ ભરૂચી
2) વિરેન્દ્ર ઉર્ફે વિપુલ ઉર્ફે રોબી
3) પ્રશાંતભાઇ ચંન્દ્રકાંતભાઇ ભરૂચી4) અમિતભાઇ જીતેશભાઇ ભરૂચી
5) પ્રદ્યુમન ઉર્ફે પદુ જિતેશભાઇ ભરૂચી

નોંધનીય છે કે રાંદેર અને અડાજણ વિસ્તારમાં ફાઇનાન્સનો ધંધો કરતા માથાભારે શખ્સ રાજન ઉર્ફે રાજન કાલી ઉર્ફે દીપક પર પ્રદ્યુમન અને તેના ભાઇ અમિત, બનેવી જીતેન્દ્ર ભરૂચી અને મિત્ર પ્રશાંતે લાકડી, તલવાર અને છરા સાથે હુમલો કર્યો હતો. પ્રદ્યુમન અને પ્રશાંતે લાકડાના ફટકા વડે રાજન અને તેના ભાઈ રોશન પર હુમલો કરતા બંને પડી ગયા હતા. બાદમાં રાંદેર પોલીસે તપાસ શરૂ કરીને હુમલો કરનાર પાંચ ઈસમોની ધરપકડ કરી હતી.
First published: November 7, 2019
વધુ વાંચો
अगली ख़बर