'તારો બાપ પોલીસમાં છે તો અમને કેમ હેરાન કરે છે,' સુરતમાં પોલીસ પુત્ર પર જીવલેણ હુમલો

'તારો બાપ પોલીસમાં છે તો અમને કેમ હેરાન કરે છે,' સુરતમાં પોલીસ પુત્ર પર જીવલેણ હુમલો
પ્રતીકાત્મક તસવીર

રાત્રી કર્ફ્યૂ દરમિયાન બહાર બેઠેલા યુવકને ઘરે જવાનું કહેનાર પોલીસ કોન્સ્ટેબલના પુત્ર પર હુમલો, છરીના છથી સાત ઘા ઝીંકી દીધા.

  • Share this:
સુરત: સુરત શહેરમાં જૂની અદાવતમાં એક યુવક પર હુમલો (Attack) થયો હોવાનો બનાવો પોલીસ ચોપડે નોંધાયો છે. પીડિત યુવકના પિતા પોલીસમાં ફરજ બજાવે છે. મળતી માહિતી પ્રમાણે રાંદેર પોલીસ (Rander Police)માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે (police constable) ભેંસાણ ગામમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન બાકડા પર બેઠેલા એક શખ્સને ઘરે મોકલ્યો હતો. આ વાતની અદાવત રાખીને મંગળવારે રાત્રે પોલીસના દીકરા પર હુમલો કરવામાં આવ્યો હતો. છરાથી હુમલો કરી છથી સાત ઘા ઝીંકી પોલીસ પુત્રની હત્યાનો પ્રયાસ થયો હો. પોલીસ પુત્ર પર તેના મિત્રોની હાજરીમાં  જ હુમલો થતા પોલીસ દોડતી થઈ હતી.

સુરતના જહાંગીરપુરા સુંદરવન સોસાયટીમાં રહેતા રમેશભાઇ રામુભાઇ પટેલ રાંદેર પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. હાલ તેમની નોકરી પીસીઆર વાન પર છે. બનાવની વિગતે વાત કરીએ તો પોલીસકર્મી રમેશભાઈનો પુત્ર અક્ષય પટેલ તેનો ભાઈ ચિંતન પટેલ ચોર્યાસી તાલુકાના ભેંસાણ ગામના ટેકરા ફળીયામાં રહેતા અંકુર જમુ પટેલ અને કાન ફળીયામાં રહેતા મિહીર નટવર પટેલ સાથે મળ્યા હતા. જે બાદમાં તમામ મિત્રો રાત્રે હજીરા-સાયણ રોડ સ્થિત વરીયાવ ચાર રસ્તા પાસે ઓમકાર ધાબાની બાજુમાં આવેલી ડેસ્ટીની હોટલમાં જમવા ગયા હતા.આ પણ વાંચો: અંતરિક્ષમાં હૃદયરોગનો હુમલો આવે તો અવકાશયાત્રીઓ એકબીજાની કેવી રીતે કરે છે મદદ

રાત્રે 1.30 વાગ્યે ત્રણેય મિત્રો જમ્યા બાદ હોટલની બહાર ઊભા રહી વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમનો પરિચીત મયુર ઉર્ફે મયલો ઉર્ફે મહેશ કેશવ વેકરીયા બાઈક પર આવ્યો હતો. મયુરે અક્ષય પટેલ સાથે ગાળાગાળી કરતા કહ્યું હતું કે, 'તારો બાપ પોલીસમાં છે અને અમને હેરાન કરે છે. તારો બાપ ભેંસાણ ખાતે આવ્યો હતો. હું પાદરે બાકડા પર રાત્રે બેઠો હતો ત્યારે ઉઠાડયો હતો. તારો બાપ પોલીસમાં છે તો અમને કેમ ઉઠાડે છે, અમારી મરજી અમે ગમે એટલા વાગ્યા સુધી બેસીએ.'

આ પણ વાંચો: સુરત: સાતથી આઠ લોકોએ વગર વાંકે જીમના ફિટનેસ ટ્રેનરને ટીપી નાખ્યો

મયુરની આવી વાત બાદ અક્ષયે તેને ગાળો નહીં આપવા અને પિતા તેમની નોકરી કરતા હોવાની વાત કરી હતી. આવું કહેતા જ ઉશ્કેરાયેલા મયુર ઉર્ફે મયલાએ 'અમે બેસીએ તો તારા બાપાને શું વાંધો છે. તમે લોકો બેસો તો કંઇ નહીં' એમ કહી કમરના ભાગે છૂપાવેલો છરો કાઢી અક્ષય પર હુમલો કર્યો હતો.

આ પણ જુઓ-

મયુરે અક્ષયને પેટ, છાતી, જમણા હાથના મસલ્સ, જાંઘ અને પીઠના ભાગે છથી સાત ઘા ઝીંકી દીધા હતા. આ દરમિયાન અક્ષયને બચાવવા અંકુર અને મિહીર વચ્ચે પાડ્યા હતા. જોકે, મયુરે તેમને પણ વચ્ચે આવશે તો મારી નાખવાની ધમકી આપી હતી. છતાં હિંમત કરીને અંકુર અને મિહીરે અક્ષયને બચાવીને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસ દોડતી થઈ હતી.
Published by:Vinod Zankhaliya
First published:December 03, 2020, 09:52 am