Home /News /south-gujarat /

સુરતઃ પત્ની સાથે સગાના આડા સંબંધ હોવાના વહેમમાં ભત્રીજા ઉપર કરાયો જીવલેણ હુમલો

સુરતઃ પત્ની સાથે સગાના આડા સંબંધ હોવાના વહેમમાં ભત્રીજા ઉપર કરાયો જીવલેણ હુમલો

પ્રતિકાત્મક તસવીર

પોતાની પત્ની સાથેના આડા સંબંધના વહેમમાં કૌટુંબિક કાકાએ ભત્રીજા ઉપર લોખંડના પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો.

    ન્યૂઝ18ગુજરાતીઃ સુરત જિલ્લાના કામરેજના શેખપુરથી સાયલ જતા રોડ ઉપર પોતાની પત્ની સાથેના આડા સંબંધના વહેમમાં કૌટુંબિક કાકાએ ભત્રીજા ઉપર લોખંડના પાઇપથી હુમલો કરતા કામરેજ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાઇ છે. મળતી માહિતી પ્રમાણે પાવર હાઉસની સામે પેટેનિયમ હાઇટ્સ મકાન નં.1004માં રહેતા હિતેશ ગીલાભાઈ ગાંગાણી (ઉં.વ.33) કન્સ્ટ્રક્શનના ધધા સાથે સંકળાયેલા હોવાથી શુક્રવારે કાર લઇ ઘરેથી નીકળી શેખપુર ગામે શિવદર્શન સોસાયટી ખાતે બાંધકામ સાઇટ ઉપર જઇ રહ્યા હતા.

    દરમિયાનમાં શેખપુરથી સાયણ જતા રોડ ઉપર એક અજાણ્યા ઇસમે હિતેશભાઈની કારની સામે બાઇક ઊભી રાખી રોડ ઉપર સૂઇ જતા હિતેશભાઈએ કાર ઊભી રાખી હતી. શંકા જતા હિતેશભાઇ ફોન કરીને પોતાના ભાઇના સાળા નટુભાઇને બોલાવે તે પૂર્વે અજાણ્યા ઇસમે લોખંડનો હથોડો લઇ ગાડીનો કાચ ઉતારવાનો ઇશારો કરી નીચે ઉતરવાનું કહ્યા બાદ હિતેશભાઇને ગાડીમાંથી ખેંચી માથાના ભાગે હથોડો માર્યો હતો.

    આ પણ વાંચોઃ-સુરતઃ બે બાળકો સાથે વૃદ્ધાનું ખતરનાક કારસ્તાન, જાણીને તમને લાગશે ઝાટકો

    બાદમાં હિતેશભાઇ ઉપર અન્ય બીજા બે અજાણ્યા ઇસમોએ પાઇપથી ઘા કરી ધમકી આપી હતી. આ શખ્સોનો અવાજ પોતાના કૌટુંબિક કાકા લાલજીભાઇ મનજીભાઇ ગાંગાણીનો હોવાનું હિતેશભાઇએ જણાવ્યું હતું. જોકે, આ ઝપાઝપીમાં હિતેશભાઇના સાળા નટુભાઇ આવી પહોંચતા ચાર હુમલાખોર પૈકી એક ઇસમે નટુભાઇને ધમકાવતા તેઓ યુટર્ન મારી જીવ બચાવી નાસી ગયા હતા.

    જ્યારે હિતેશભાઇ જેમ તેમ કરી શેખપુર ગામે સરપંચ પિંકેસભાઇના ઘરે પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં હિતેશભાઇને કામરેજ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા હતા.
    First published:

    Tags: Attack on man, Wife, દક્ષિણ ગુજરાત, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन