સુરત: લગ્નમાં નાચવા બાબતે બે ભાઈઓ પર ચપ્પાથી હુમલો, એક યુવાનનું મોત

News18 Gujarati
Updated: November 19, 2019, 4:20 PM IST
સુરત: લગ્નમાં નાચવા બાબતે બે ભાઈઓ પર ચપ્પાથી હુમલો, એક યુવાનનું મોત
લગ્નમાં નાચવા બાબતે હત્યા

આ દરમિયાન ધક્કામુક્કી બાદ મધ્યસ્થી કરવા આવેલ વિજય અને તેના મોટા ભાઈ રવિ પર કેટલાક યુવાનોએ ચપ્પુ વડે હુમલો કર્યો

  • Share this:
સુરત: સુરતના રાંદેર રોડ પર આવેલ ઉગત વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે થયેલા ઝઘડામાં બે ભાઈઓ પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક ભાઈનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું, જયારે બીજા ભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

સુરત જાણે ગુનાખોરીમાં દિન પ્રતિ દિન આગળ આવી રહ્યુ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અહીંયા સામાન્ય મામલે હત્યાની ઘટના બનતી રોજ જોવા મળી રહી છે. ત્યારે ગતરોજ રાત્રે પણ સન્માનીય બાબતે બે યુવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક યુવકનું કરુણ મોત થતા પોલીસ દોડતી થઈ હતી.

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ ઉગત ગામ નજીક પાણીની ટાંકી પાસે એસએમસી આવાસમાં લગ્ન પ્રસંગ હોવાને લઈને ડીજેનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. આકાશની બહેનના ઉગત ઝૂપડપટ્ટીમાં લગ્ન હોવાથી ગત રોજ રાત્રે રાસ-ગરબામાં આયોજન હતું. જેમાં વિજય શ્રાવણ બોરકરને નાચવા બાબતે અન્ય યુવાનો સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન ધક્કામુક્કી બાદ મધ્યસ્થી કરવા આવેલ વિજય અને તેના મોટા ભાઈ રવિ પર કેટલાક યુવાનોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં વિજયની છાતીમાં ચપ્પુ ઘૂસાડી દીધું હતું. જેથી ભાઈ રવિ બચાવવા જતા તેને પણ પગના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા.ત્યારબાદ હુમલાખોર યુવાનો ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત થયેલા બંને ભાઈઓએ તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ટુંકી સારવારમાં જ વિજયનું મોત નીપજ્યું હતું. વિજયને મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક વિજયના ભાઈ રવિના નિવેદન બાદ રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
First published: November 19, 2019
વધુ વાંચો
अगली ख़बर