સુરત: 'મોત કે બદલે મોત', પુત્રએ કરેલી હત્યાની અદાવતનો ભોગ બન્યા માતા-પિતા, પિતાનું મોત


Updated: March 7, 2020, 5:06 PM IST
સુરત: 'મોત કે બદલે મોત', પુત્રએ કરેલી હત્યાની અદાવતનો ભોગ બન્યા માતા-પિતા, પિતાનું મોત
બંને હુમલા ખોર સામે હત્યાનો ગુનો નોંધાયો

થોડા સમય પહેલા યુવતી સાથે પ્રેમ સંબંધ મામલે નાનપુરામાં યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી

  • Share this:
સુરતના સંગ્રામ પુરા વિસ્તારમાં ગત 13મી ફેબ્રુઆરીના દિવસે શાકભાજી વેચતા દંપતી પર તીક્ષણ હથિયાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જોકે હુમલો કરનાર અન્ય કોઈ નહીં પણ આ દંપતીના પુત્રોએ જેની હતા કરી હતી તેના ભાઈ દ્વારા અદાવતમાં હુમલો કરવામાં આવતા દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પતિનું 23 દિવસની સારવાર બાદ થયું કરુંણ મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.

સુરતના સગરામપુરામાં કૈલાશનગર પાસે શાકભાજીનો ધંધો કરતા પતિ-પત્નિ પર ગત 13મી ફેબ્રુઆરીના ગુરૂવારે મોડી સાંજે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેથી પતિ પત્નીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયાં હતા. જયેશ પટેલ અને પત્ની અમી પટેલ કૈલાશનગર પાસે શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા હતા. જોકે તેમના પર હુમલો કરવાની ઘટના પોલીસે તાપસ શરૂ કરી ત્યારે સામે આવ્યુ કે, થોડા સમય પહેલા યુવતી સાથે પ્રેમ સંબંધ મામલે નાનપુરામાં યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યા અન્ય કોઈ નહી પણ આ દંપતિના બંને પુત્રો અક્ષય અને બોની દ્વારા કરવામાં આવી હતી.

જોકે જે યુવકની હત્યાનો બદલો લેવા ભાઈ દ્વારા અદાવત રાખીને અક્ષય અને બોનીના માતા-પિતા પર મનીષ અને પાર્થ ઉર્ફે ગોટુએ હુમલો કર્યો હતો.

આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યા હતા, ત્યારથી આ દંપતી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા. આખરે 23 દિવસની લાંબી સારવાર બાદ જયેશ ભાઈનું આજે મોત થયું હતું. પોલીસે આ મામલે બંને આરોપી મનીષ અને પાર્થ ઉર્ફે ગોટુ સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published: March 7, 2020, 5:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading