Home /News /south-gujarat /

Lockdown સુરત: ટેરેસ પર યુવાનો થયા ભેગા, ફોટો પાડવાની એક્ટિંગ કરતી મહિલા પર યુવાનોએ કર્યો હુમલો

Lockdown સુરત: ટેરેસ પર યુવાનો થયા ભેગા, ફોટો પાડવાની એક્ટિંગ કરતી મહિલા પર યુવાનોએ કર્યો હુમલો

અમરોલી પોલીસ સ્ટેશન સુરત (ફાઈલ ફોટો)

હુમલો કરી યુવાનો ભાગી ગયા હતા અને જતા-જતા ધમકી આપી હતી કે, ગમે ત્યારે ઘરની બહાર નીકળશો તો તમને જાનથી મારી નાંખીશું

લોકડાઉન લઇને લોકો ધાબા પર એકત્ર થાય છે, તેવા ફોટા લોકોના પાડીને પોલીસને મોકલવાની અપીલ કરવામાં આવ્યા બાદ, આવા ફોટા લોકો મોકલે છે તેને આધારે પોલીસ કાર્યવાહી કરતી હોય છે. ત્યારે અમરોલી વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટના ટેરેસ પર એકઠા થયેલા એપાર્ટમેન્ટના રહેવાસીઓના મોબાઇલમાં ફોટા ક્લિક કરનાર એમ્બ્રોડરી કારખાનેદારની પત્ની પર હુમલો કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો મામલો અમરોલી પોલીસ મથકમાં પહોંચ્યો છે.

લોકડાઉન લઈને લોકોને પોતાના ઘરમાં રહેવાના સરકાર દ્ધારા આદેશ આપવામાં આવ્યા છે ત્યારે લોકો પોતાના ઘરની ટેરેસ પર એકત્ર થતા હોય છે, ત્યારે આવા લોકો પર પોલીસ ડ્રોન કેમેરા દ્વારા ઝડપી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરે છે. જોકે પોલીસે આવા લોકોના ફોટા પાડીને મોકલવાની રજુઆત કરતા લોકો ફોટા પાડીને પોલીસને મોકલતા પોલીસ કાર્યવાહી પણ કરે છે. ત્યારે સુરતના અમરોલી વિસ્તાર એક મહિલાને ફોટા પાડવાની એકશન ભારી પડી હતી.

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ માન સરોવર સર્કલ વિસ્તારના બી.કે. હોમ્સ એપાર્ટમેન્ટમાં રહેતા એમ્બ્રોડરી કારખાનેદાર ભુપત ગેલાણીની પત્ની કૈલાશબેન ગત સાંજના 6.30 કલાકે એપાર્ટમેન્ટના ટેરેસ પર ગયા હતા. જ્યાં તેમનો પડોશી હાર્દિક ઉપરાંત એપાર્ટમેન્ટ કેમ્પસમાં રહેતા કેટલાક યુવાન ટોળે વળીને બેઠા હતા, જેથી કૈલાશબેને મોબાઇલમાં ફોટા ક્લીક કર્યા હોય તેવી એક્ટીંગ કરી તેઓ પરત ઘરે આવી ગયા હતા અને પરિવાર સાથે મહાભારત સિરીયલ જોઇ રહ્યા હતા. ત્યારે આ યુવાનોને લાગ્યું કે, તેવો એકત્ર થયા છે તે ફોટા પાડીને પોલીસને મોકલી આપ્યા છે.

જેને લઈને હાર્દિક ઉપરાંત કેમ્પસના અલગ-અલગ બિલ્ડીંગમાં રહેતા મેહુલ, હિરેન અશોકભાઇ અને રાકેશ નામના યુવાનો ઘસી આવી કૈલાશબેનને પુછ્યું હતું કે, તમે અમારા ફોટા પાડ્યા છે. જેથી કૈલાશબેન જવાબ આપતા કહ્યું હતું કે, હા પાડેલા છે અને તમે લોકડાઉન ચાલી રહ્યું છે. તેમ છતાં ટોળે વળીને બેસી રહો છો એટલે હું આ ફોટા પોલીસ સ્ટેશનમાં મોકલી આપવાની છું. એમ કહેતા વેંત હાર્દિક સહિતના તમામ યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા અને કૈલાશબેનને ઢીકમુક્કીનો માર માર્યો હતો.

આ ઘટના બનતા તેમનો પતિ અને બે પુત્ર બચાવવા માટે વચ્ચે પડયા હતા તેમ છતા કૈલાશબેનને ડાબા હાથમાં ગંભીર ઇજા થઇ હતી. ઘટનાને પગલે એપાર્ટમેન્ટના રહેવાસીઓ એક્ઠા થઇ જતા હાર્દિક સહિત તમામ યુવાનો ભાગી ગયા હતા અને જતા-જતા ધમકી આપી હતી કે, ગમે ત્યારે ઘરની બહાર નીકળશો તો તમને જાનથી મારી નાંખીશું. જેથી આ અંગે કૈલાશબેને તુરંત જ અમરોલી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને હાર્દિક, રાકેશ, મેહુલ અને હિરેન વિરૂધ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Published by:kiran mehta
First published:

Tags: Attacks, Corona in Gujarat, Corona lock down, Surat City, Surat police

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन